જામનગર :આતે કેવા ચોર !!! મોબાઇલની સાથે કપડાં પણ ઉઠાવી ગયા

0
298

જામનગર : કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે આવેલ એક મોબાઇલની દુકાન તથા રેડીમેઇટ કાપડ સહિત બે દુકાનમાં ઘુસેલ તસ્કરો મોબાઇલ, એસેસરીઝ અને રેડીમેઇટ કાપડ સહિત રૂા.71 હજારની મતા ચોરી કરી ગયાની પોલીસે દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બે દિવસ પૂર્વે રાત્રીના થયેલ ચોરી અંગે પોલીસે શ્રમિક શખસો સામે શંકાની સોઇ તાકી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડ તાલુકાથી 18 કિલોમીટર દૂર આવેલ મોટા વડાળા ગામે ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ સરદાર ચોકમાં રહેતા અને સંજરી ટેલીકોમ નામની દુકાન ધરાવતા સાદાપભાઇ સતારભાઇ પોપટપોત્રાની મોબાઇલની દુકાનમાં ગત તા.29મીના રોજ રાત્રે તસ્કરોએ પરોણા કર્યા હતાં. કોઇપણ હથિયાર વડે બળપ્રયોગ કરી દુકાનનું સટ્ટર ઉંચુ કરી સટ્ટરના ઉમરાના ભાગેથી લાદી ખોદી અજાણ્યા તસ્કરો અંદર પ્રવેશ્યા હતાં. અંદર પ્રવેશેલા શખ્સોએ રીયલની બે નવા મોબાઇલ, ટેલકો કંપનીના બે મોબાઇલ, વિવો કંપનીનો એક મોબાઇલ સહિત પાંચ નવા મોબાઇલ તથા ટેબલના ખાનામાંથી ત્રણ જુના મોબાઇલ તેમજ મોબાઇલ એસેસરીઝ હાથવગી કરી હતી. આ ઉપરાંત તસ્કરોએ બાજુમાં આવેલ સંજરી રેડીમેઇટ કાપડની દુકાનમાંથી રૂા.2000ની કિંમતના નાના બાળકોના કપડા અને બે લેપટોપ લઇ ગયા હતાં. આ બનાવ અંગે બીજા દિવસે જાણ થતાં સાદાપભાઇએ અજાણ્યા શખસો સામે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here