જામનગર : જંગલખાતાની વીડીમાં ઘાસના જથ્થામાં લાગી ભીષણ આગ, કારણ છે આવું

0
1160

જામનગર : લાલપુર તાલુકાના પીપરતોળા ગામે આવેલ જંગલખાતાની વીડીમાં  એકત્ર કરેલ ઘાસના જથ્થામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી જામનગર ફાયરની ટીમે સ્થળ પર પહોચી પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આકાશી વીજળી પડતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર જીલ્લામાં આજે ચોથા દિવસે પણ બપોર બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. પલટાયેલા આ વાતાવરણ વચ્ચે આજે લાલપુર પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં પીપરટોળા ગામે સીમ વિસ્તારમાં આવેલ જંગલ ખાતાની વીડીમાં કાપીને ગાંસડી તૈયાર કરેલ ઘાસના જથ્થામાં જોરદાર આગ લાગી હતી. જોત જોતામાં આગ પ્રસરી જતા જામનગરથી ફાયર ફાયટર દોડાવવામાં આવ્યા હતા. જેને લઈને જામનગર મહાનગર પાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર નીયંત્રણ મેળવ્યું હતું. વરસાદની સાથે આકાશી વીજળી પડતા ઘાસનો જથ્થો  સળગ્યો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. ફાયરે સમયસર સ્થળે પહોચી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. જો તાત્કાલિક આગ નિયંત્રિત ન થઇ હોત તો ઘાસનો વિશાલ જથ્થો ખાક થઇ ગયો હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here