જામનગર : બાલંભા ગામના ઉપસરપંચ પર ધડાધડ ફાયરિગ કરી કરપીણ હત્યા, આવું છે કારણ

0
2878

જામનગર : જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે આજે ખનીજના ધંધામાં લોહી રેડાયું છે. ગામના ઉપ સરપંચ પર ફાયરીંગ કરી કરપીણ હત્યા નીપજાવવામાં આવી છે. જયારે મૃતકના ભાઈ ને ઈજાઓ પહોચતા જામનગર ખસેડવામાં આવ્યો છે.

ગભીર વારદાતમાં ઘવાયેલ યુવાનને જામનગર ખસેડાયો ત્યારની તસવીર.

જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે આજે બપોર બાદ ગામના પાદરમાં ગંભીર વારદાત  ઘટી હતી. ગામના ઉપસરપંચ કાન્તીલાલ માલવિયા અને તેના ભાઈઓ પર ગામના ચોક્કસ જૂથના સખ્સોએ ધડાધડ ફાયરીંગ કરી ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો જેમાં કાંતિભાઈ પર કરવામાં આવેલ ફાયરીંગ જીવલેણ સાબિત થતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું  હતું. જયારે તેમના ભાઈ સહીત બે વ્યક્તિઓને ઈજાઓ પહોચતા જામનગર ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોચી આગની કાર્યવાહી હાથ ધરી છે. રેતીના કારોબારમાં પડેલા વાંધા બાબતે ચાલતા મનદુઃખને લઈને હત્યા થઇ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે હત્યારા સખ્સો સુધી પહોચવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. વધુ વિગતો  મેળવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here