જામનગર : એસટી બસમાં મુસાફરી કરવાના છો ? તો આ સમાચાર મહત્વના છે, કોરોના વકરતા લેવાયો મહત્વનો નિર્ણય

0
570

જામનગર અપડેટ્સ : દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું  છે. શાળા-કોલેજો શરુ કરવાના નિર્ણયને પણ રાજ્ય સરકારે સ્થગિત કર્યો છે. બીજી તરફ અમદાવાદમાં રાત્રી કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈને રાજ્યભરમાં અમદાવાદને જોડતા રૂટને મહતમ અસર કરશે. આજે રાજ્યના પરિવહન મંત્રી આરસી ફળદુએ સંકેતો આપી અમદાવાદને જોડતા રાજ્યભરના ૩૭૦૦ ઉપરાંતના રૂટના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે.

રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે. ગઈ કાલે રાત્રે અમદાવાદમાં રાત્રી કર્ફ્યું  જાહેર કર્યા બાદ શાળા-કોલેજો શરુ કરવાના નિર્ણયને પણ મુલતવી રાખવામાં આવ્યો છે. હાલ કોરોનાનું સંક્રમણ રોકવા માટે સરકાર એક્શન પ્લાન ઘડી રહી છે. સરકાર દ્વારા કોરોનાને ફેલાતો અટકાવવા માટે નિયંત્રણો લાદવાના શરુ કરવામાં આવ્યા છે. જો અન્ય મહાનગરોમાં કોરોનાનો ગ્રાફ વધશે તો ત્યાં  પણ કર્ફ્યું સહિતના નિયંત્રણો લાદવાની  તૈયારી પણ કરવામાં આવી રહી છે.

ત્યારે સરકાર દ્વારા અમદાવાદમાં રાત્રી કર્ફ્યું લાદી દીધો છે. જેને લઈને એસટી પરિવહનમાં ફેરફારો કરવામાં આવ્યા છે. આજે રાતથી તા. ૨૩ સુધીના સવારના સમય સુધી તમામ રાત્રી રૂટ રી-સીડ્યુલ કરવાની જાહેરાત કરી છે. આગામી ત્રણ દિવસ પછી રાત્રે પણ આ જ પદ્ધતિ અપનાવવામાં આવશે.રાત્રે અમદાવાદથી આવાગમન કરતી એસટી બસના સમયમાં ફેરફાર કરવામાં આવશે.

આ અમલવારી બાદ રાજ્યને અમદાવાદ સાથે જોડતા ૩૭૨૭ બસ રૂટને અસર કરશે. એટેલે કે ત્રણ દિવસ સુધી આ અમદાવાદ શહેરમાંથી  એક પણ બસ આવાગમન નહી કરે. આગામી ૫૭ કલાકના કર્ફ્યુંમાં મુસાફરોને હાલાકી ન પડે તે માટે અમદાવાદને જોડતા બસ રૂટોને રી-સીડ્યુલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વિગતો આજે રાજ્યના મંત્રી આરસી ફળદુએ જામનગર ખાતે પત્રકાર પરિષદમાં આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here