જામનગર : જામનગરમાં રાત્રી કર્ફ્યુંની આવશ્કતા નહી: પ્રભાવી સચિવ,જાણો જિલ્લાની હાલની સ્થિતિ

0
750

જામનગર : દિવાળી બાદ રાજ્યભરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે. રાજ્યભરના મહાનગરોમાં કોરોનાને સંક્રમિત થતો અટકાવવા માટે વહીવટી તંત્રને ચોક્કસ પગલા ભરવાની તાકીદ કરવામાં આવી છે. જેને લઈને આજે જામનગર જીલ્લાના પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય જામનગર દોડી આવ્યા છે. આજે વહીવટી તંત્ર સાથે કરેલી સમીક્ષા બાદ ઉપાધ્યાયે શહેર-જીલ્લાની હાલની સ્થિતિને ધ્યાને રાખી હાલ કર્ફ્યુંની કોઈ આવશ્યક્તા નહિ હોવાનું જણાવ્યું છે.

રાજ્યભરમાં કોરોનાનો બીજો દોર શરુ થયો હોય તેમ અમદાવાદ સહિતના મહાનગરોમાં સ્થિતિ વધુ વણસી રહી  છે. અમદાવાદ અને રાજકોટમાં કોરોનાના દર્દીઓમાં ઉછાળો આવતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે. અમદાવાદમાં તો રાત્રી કર્ફ્યું પણ જાહેર કરી દેવામાં આવ્યો છે જયારે રાજકોટ અને વડોદરા કતાંરમાં છે ત્યારે રાજ્ય સરકારે શાળા-કોલેજ શરુ કરવાનો નિર્ણય પણ મુલતવી રાખ્યો છે. બીજી તરફ કોરોના વધુ પ્રબળ ન બને તે માટે રાજ્ય સરકારે સાવચેતીના પગલા ભરવા માટે વહીવટી તંત્રને સ્પષ્ટ સુચના આપી દરેક જીલ્લામાં પ્રભારી સચિવોને દોડાવ્યા છે.

આજે જામનગર જીલ્લાના પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય જામનગર આવી પહોચ્યા હતા અને વહીવટી તંત્રની સાથે આરોગ્ય, જીલ્લા પંચાયત અને મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી. દરમિયાન બપોરે પત્રકાર પરિષદને સંબોધન કરતા નલીન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે હાલ જામનગર શહેર-જીલ્લામાં કોરોના કંટ્રોલમાં છે એટલે કર્ફ્યુંની આવશ્યતા જ નથી, કોરોના વધુ સંક્રમિત ન થાય તે માટે તમામ તંત્ર એક બીજાની કડી બની કામ કરી રહ્યા છે સાથે સાથે નાગરિકોએ પણ કોરોના માર્ગદર્શિકા મુજબ વ્યવહાર કરે એ પન આવશ્યક છે. એમ તેઓએ ઉમેર્યું હતું.

બીજી  તરફ જામનગરની કોરોનાની સ્થિતિ અંગેની વાત કરીએ તો, કોવિડ હોસ્પિટલમાં દિવાળીના પર્વ દરમ્યાન ફરી કોરોનારૂપી યમરાજાએ પંજો પ્રસરાવવો શરૂ કર્યો છે. તા.14થી 19 સુધીમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ 11 દર્દીઓના મૃત્યું થયા હતા. આ પછી ગઇકાલે સવારથી આજે સવાર સુધીના 24 કલાકમાં વધુ 4 દર્દીઓએ કોવિડ હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. ગઇકાલે કોરોનાના નવા 34 કેસ નોંધાયા હતા. જેને પગલે કુલ કેસની સંખ્યા 8,806 થઇ હતી. નવા 34 કેસ સામે ગઇકાલે 23 દર્દીને સ્વસ્થ થતા કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.


કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ થયા બાદ આદર્શ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરાયેલ મૃતકોમાં મોડપર ગામના દેવશીભાઇ ચનાભાઇ બરાઇ, જામજોધપુરના નગીનભાઇ ચાવડા, જામનગરના પ્રવિણભાઇ વારા અને રાજકોટના મધુર રાજેશભાઇ કડેચા નામના દર્દીનું મૃત્યું નિપજ્યું હોવાનું જાહેર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here