ગમગીની : નણંદ-ભોજાઇના મોતનું નિમિત બનેલ અકસ્માતનો બનાવ કેમ બન્યો ? આવું કારણ સામે આવ્યું

0
1073

જામનગર અપડેટ્સ  : જામનગર- જામખંભાળીયા વચ્ચે આવેલ મોડપર ગામના પાટીયા નજીક ફુલઝર નદી પરના પુલ ઉપર ગઈ કાલે સવારે જામનગર તરફ આવતી એક કાર પુલની રેલીંગ તોડી નીચે ખાબકતા કારમાં સવાર નંણદ-ભોજાઈના મૃત્યુ નીપજયા છે. આ બનાવ અંગે મેઘપર પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી છે. જેમાં બનાવ કઈ રીતે બન્યો તેનું કારણ જાહેર થયું છે.

જામનગર-ખંભાલીયા ધોરી માર્ગ પર ગઈ કાલે સવારે નવેક મોડપર ગામના પાટીયા નજીક ફુલઝર નદી પરના પુલ ઉપરથી એક કાર નીચે ખાબકી હતી. આ ઘટનામાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના બે દંપતી ખંડિત થયા હતા. કલ્યાણપુર તાલુકાના રણજીતપર (નવાગામ) માં રહેતા નારણભાઈ પરબતભાઈ કરંગીયા અને તેમના પત્ની જશુબેન, પુત્ર સુમિત તેમજ તેમના સાળા હેમતભાઈ હમીરભાઈ ચાવડા ૪૮ રહે મોટા આસોટા ગામ દળ સીમ વિસ્તાર તા.કલ્યાણપુર જી.દેવભુમી દ્વારકા તેમજ તેમના પત્ની પાબીબેન એમ પાંચ સભ્યો કુજે ૩૭ બી ૮૪૫૩ નંબરની કારમાં બેસી જામનગર આવી રહ્યા હતા. ત્યારે મોડપર નજીકના પુલ પાસેથી કાર પુલની રેલીંગ તોડી ૩૦-૩૫ ફૂટ નીચે ખાબકી હતી.

જેમાં સ્થળ પર જ પાબીબેન અને જશુંબેનના મૃત્યુ નીપજ્યાં હતા જયારે અન્ય ત્રણને જમ્માંન્ગ્ર જીજી હોસ્પિટલ ખસેડ્યા હતા. આ બનાવની જાણ થતા જ મેઘપર પોલીસ દફતરના પીએસઆઈ એચ એમ વાઢેર સહિતનો સ્ટાફ સ્થળ પર પહોચ્યો હતો. પોલીસે મૃતકોનો કબજો સંભાળી ઘવાયેલ કાર ચાલક નારણ પરબતભાઈ કરંગીયા રહે.નવાગામ (રણજીત પરા) તા.જામકલ્યાણપુર જી.દેવભુમી દ્વારકા વાળા સામે આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમ.વી.એકટ ની કલમ:-૧૭૭,૧૮૪ મુજબ ફરિયાદ નોંધી હતી.

જેમાં તેઓએ કાર એકદમ પુરઝડપે, બેફિકરાઇ થી અને ગફલતભરી રીતે ચલાવી સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવી દેતા અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં હેમતભાઈને મણકામા ફ્રેકચર તેમજ સુમીત નારણ ઉવ ૧૪ (આરોપીના પુત્ર) ને ડાબી આંખ પાસે તેમજ નારણભાઈ પોતાને ડોક પાસે મણકામા ફ્રેકચર સહિતની ઈજા પહોચી હતી. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાઈ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here