જામનગરમાં 4 વાગ્યા સુધી 40% મતદાન, સૌથી વધુ આ વોર્ડમાં 50% મતદાન

0
399

ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7 વાગ્યાથી જ વોટીંગની શરૂઆત થઇ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. જયારે 23 તારીખે મતગણતરી યોજાશે. બપોરના 4 વાગ્યા સુધી 6 મનપા પૈકી જામનગર મહાનગર પાલિકામાં સૌથી વધુ ૪૦% મતદાન થયું છે. જે પૈકી વોર્ડ નં-૧માં સૌથી વધુ મતદાન થયું છે.

જામનગર મહાનગર પાલિકામાં ૪ વાગ્યા સુધી ૪૦% મતદાન થયું છે. જે પૈકી સૌથી વધુ વોર્ડ નં૧માં ૫૦% જયારે સૌથી ઓછુ વોર્ડ નં-૯માં ૩૧.૩૨% મતદાન થયું છે.જામનગરના ૧૬ વોર્ડમાં મતદાન ચાલી રહ્યું છે.રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મતદાનનાં એક મહિના પહેલાથી પ્રજાને આકર્ષવા માટે અલગ-અલગ રાજકીય પાર્ટીઓ પ્રચાર કરતી હોય છે. તેમ છતાં યંગસ્ટર્સમાં આજે પણ મતદાનની જાગૃત્તા ઓછી જોવા મળે છે બીજીતરફ વૃદ્ધોમાં મતદાનનો અલગ જ જુસ્સો ઉભરાયો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here