ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી થોડાક જ દિવસો પૂર્વે કોરોનાનો ભોગ બન્યા હતા. ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓને લઇને તેઓ ચુંટણી પ્રસાર કરી રહ્યા હતા ત્યારે તેઓ બીમાર પડ્યા હતા. અને બાદમાં કોરોના રીપોર્ટ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હ્તા.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. ગુજરાતની ૬ મહાનગર પાલિકાની ચુંટણીઓને લઇને મતદાન ચાલી રહ્યું છે. મતદાનને માત્ર ૨ જ કલાક બાકી છે જયારે સીએમ વિજય રૂપાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. સીએમ મતદાનની છેલ્લી ૧ કલાક એટલે કે ૫ થી ૬ દરમિયાન રાજકોટ ખાતે મતદાન કરશે. આજે સવારે થયેલો તેમનો RT PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી વિજય રુપાણી હવે કોરોના મુક્ત થયા છે.
રિપોર્ટ નેગેટીવ આવતાની સાથે જ મુખ્યમંત્રી રૂપાણીને તબિબોએ કોરોનામુક્ત જાહેર કર્યા હતાં. હવે તેઓ પીપીઈ કીટ પહેર્યા વગર જ રાજકોટ મતદાન કરવા જઈ શકશે. વિજયભાઇ રૂપાણી રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ, રૂમ નં. ૭ જીવનનગર સોસાયટી-૧, બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાન મથકેથી પોતાનો મત આપવાના છે