જામનગર : એકમ કસોટી આવી ગઈ પણ ૪૫ શાળામાં પુસ્તક ન આવ્યા, કેમ ભણે જામનગર ?

0
256

જામનગર અપડેટ્સ : જામનગર શહેરમાં નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની ૪૫ શાળાઓમાં સત્ર શરુ થયા બાદ હાલ એકમ કસોટી લેવાની શરુ થઇ ગઈ છે પણ હજુ સુધી સરકાર દ્વારા પાઠ્યપુસ્તક ફાળવવામાં આવ્યા નથી. જેને લઈને બાળકોનું શિક્ષણ કાર્ય કેવું ચાલી રહ્યું હશે તેનો અંદાજ લગાવી શકાય છે.

જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ૪૫ શાળાઓમાં જુનથી પ્રથમ સત્રની શરુઆત થઇ ગઈ છે. શહેરના તમામ વોર્ડમાં આવેલ શાળાઓમાં અભ્યાસ કરતા ૧૬૦૦થી ૧૮૦૦ બાળકોને હજુ સુધી પાઠ્યપુસ્તક મળ્યા નથી. અનેક વખત સરકારમાં કહેવાઈ ચુક્યું છે છતાં પણ કોઈ અધિકારીઓકે પદાધિકારીઓને બાળકોના અભ્યાસની જરા પણ દરકાર ન હોય તેમ હાલનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પાઠ્યપુસ્તક વગર જ અભ્યાસ કરતા બાળકોની હાલ એકમ કસોટી લેવામાં આવી રહી છે. ત્યારે અંદાઝ લગાવી શકાય કે કેવું શિક્ષણ પામી કેવી કસોટી આ બાળકો આપતા હશે.

કોરોના કાળમાં અનેક વાલીઓએ પોતાના બાળકને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો છે. ત્યારે સરકાર દ્વારા મુખ્ય જરૂરિયાત એવા પુસ્તકો જ પુરા પાડવામાં ન આવતા હાલ વિદ્યાર્થીઓ ભારે  મુંજવણ અનુભવી રહ્યા છે. નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓ અને વાલીઓ વિચાર કરી રહ્યા છે કે સરકારી શાળામાં પ્રવેશ લઇ કઈ ખોટું તો નથી થયું ને ? એક તરફ સરકાર ભણતર પર ભાર મૂકી રહી છે બીજી તરફ ખુદ ઉપેક્ષા પણ કરી રહી છે. ત્યારે સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ અને શિક્ષક સંગઠને પણ મેદાને આવી સરકારને ઠમઠોરવી જોઈએ અને વિદ્યાર્થીઓને પુસ્તકો અપાવવા પ્રયાસ કરવા જોઈએ એવી માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here