જામનગર : સલીમને પિસ્તોલ સાથે પકડી લેતી એલસીબી, કોણે સપ્લાય કર્યું હથિયાર ?

0
774

જામનગર અપડેટ્સ : જામનગર એલસીબીએ જાંબુડાના પાટિયા પાસેથી એક સખ્સને પિસ્તોલ સાથે પકડી પાડ્યો છે. જામનગરના આ સખ્સને જામનગરના જ સખ્સે હથિયાર સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીએ હથિયાર દ્વારા કોઈ ગુનો આચાર્યો છે કે કેમ ? અને સપલાયર સુધી પહોચવા માટે તપાસ હાથ ધરી છે.

જામનગર નજીક જાંબુડા ગામના પાટિયા પાસે હોટેલ સિધ્ધનાથ સામેથી એલસીબી પોલીસે આજે મોડી રાત્રે બારેક વાગ્યે વોચ ગોઠવી સલીમભાઇ હમીદભાઇ વહેવારીયા મેમણ (રહે. લાલવાડી આવાસ કોલોની, બ્લોક નંબર ૧૮ રૂમ નંબર-૭, હાપારોડ, જામનગર) નામના સખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે આ સખ્સની તલાસી લેતા તેના કબ્જા માંથી રૂપિયા ૨૫ હજારની કિંમતન એક દેશી પિસ્તોલ મળી આવી હતી. પિસ્તોલ ઉપરાંત આરોપી પાસેથી બે જીવંત કાર્ટીસ પણ મળી આવ્યા હતા. પોલીસે આ શખ્શની હથિયાર સાથે ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં આ હથીયાર સલીમભાઇ ઇબ્રાહીમભાઇ કુરેશી (રહે. ગોમતીપુર, જામનગર) નામના સખ્સે સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ સખ્સને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ હથિયાર દ્વારા કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ ? સહિતનો તાગ મેળવવા માટે પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here