જામનગર: નફ્ફટ પુત્રવધુના સખત ત્રાસથી સસરાએ કર્યો આપઘાત

0
708

પુત્રવધુએ ખોટા આક્ષેપ કરી અને જમવાનું પણ નહીં આપી ઘરમાંથી હાંકી કાઢવાની ધમકી આપતા સસરાએ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ તેમનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે મૃતકના મોટા પુત્રની વહુ સામે આપઘાતની દુષ પ્રેરણા આપવા સબબની ફરિયાદ નોંધી છે. મૃતકે પુત્રવધુના ત્રાસથી કંટાળી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી સામે જ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. એક સપ્તાહની  સારવાર બાદ વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે.

જામનગરમાં ધરારનગર 1માં વૈશાલી નગર શેરી નંબર 6માં રહેતા હીરાભાઈ પરમાર નામના વૃદ્ધે ગત તા. 12મીના રોજ  એસપી કચેરી પાસે આવેલ સ્વાગત કોમ્પ્લેક્સની બાજુમાં સરકારી બેરીગેટની બાજુમાં ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન હાજર લોકોએ વૃદ્ધને હોસ્પિટલ ખસેડયા હતા. 

મોટા દીકરા અમિત પરમારની વહુ અમૃતાબેન દ્વારા તેઓને સખત અને સતત ત્રાસ આપી, જમવાનું પણ ન આપવામાં આવતું હોવાથી કંટાળી તેઓએ આ પગલું ભર્યું હોવાનું હીરાભાઈએ જે તે સમયે પોલીસમાં જાહેર કર્યું હતું. દરમિયાન જીજી હોસ્પિટલ ખસેડાયેલા આ વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના નાના પુત્ર મનીષ હીરાભાઈ પરમારએ પિતાને ત્રાસ આપી મૃત્યુ સુધી ધકેલી દેનાર મોટાભાઈની વહુ અમૃતાબેન પરમાર સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં આપઘાતની દુષ પ્રેરણા આપવા બદલ ipc કલમ 306 મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી.

મૃતક હીરાભાઈને તેના મોટા દીકરા અમિતના પત્ની અમૃતાબેન દ્વારા જેમ ફાવે તેમ વર્તન કરી જમવાનું પણ આપતા ન હતા. આ ઉપરાંત તેણી છેડતીના ખોટા આક્ષેપ કરી ઘરની બહાર કાઢી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. વહુ અમૃતાબેન દ્વારા બીભત્સ વાણી વિલાસ કરી સખત અને સતત ત્રાસ ગુજાર્યો હતો. છેલ્લા એકાદ વર્ષથી વધારે માનસિક ત્રાસ આપતા હોવાથી હીરાભાઈ આ ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા મજબૂર બન્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here