કાલાવડ: માતાએ જ પોતાના બે માસુમ સંતાનોને કુવામાં ફેકી પોતે પણ ઝંપલાવ્યું હતું પરંતુ…

0
618

કાલાવડ તાલુકાના પીઠડીયા એક ગામે પાંચ દિવસ પૂર્વે શ્રમિક યુવાનના બે સંતાનોના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા બાદ ગુમ પત્ની પણ મળી આવી છે શ્રમિકની પત્નીએ જ પોતાના બંને સંતાનોને કુવામાં ફેંકી પોતે પણ કુવામાં ઝંપલાવ્યું હોવાનલની વિગતો સામે આવી છે. જો કે તેણીની કૂવામાંથી બહાર નીકળી ગઈ હતી અને બંને સંતાનોના મૃત્યુ નિપજ્યા હતા. પોલીસે આ મહિલા સામે બંને માસુમ સંતાનોની હત્યા કરવા સબબ ફરિયાદ નોંધી છે. પોતે બીમાર રહેતી હોવાથી મરી જશે તો તેના બંને સંતાનો રજડી પડશે તેવું વિચારી બંનેને કૂવામાં ફેંકી દીધા હોવાની વિગતો પોલીસમાં જાહેર થઈ છે.

કાલાવડ તાલુકા મથક થી ૨૫ કિલોમીટર દૂર આવેલા પીઠડીયા એક ગામે તારીખ 13 મીના રોજ નિતેશભાઇ ગોરધનભાઈ ડાંગરિયાની વાડીના કૂવામાંથી શ્રમિક બદીયાભાઈ કન્યાભાઈ પલાસના બે સંતાનો દેવરાજ ઉવ 5 વર્ષ અને રિયા (ઉમર ત્રણ મહિના વાળા)ના મૃતદેહ મળી આવ્યા હતા. પરંતુ તેઓની પત્ની ચકુબેન વાડીએથી ગુમ થયાની વિગતો જાહેર થઈ હતી.

દરમિયાન બીજા દિવસે બંને સંતાનોની જનેતા ચકુબેન મળી આવી હતી જે બીમાર હોવાથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસ પૂછપરછ દરમ્યાન આ બીમાર જનેતા ચકુબેને જ પોતાના બંને સંતાનોને કુવામાં ફેંકી પોતે પણ કુવામાં જપલાવ્યુ હોવાની વિગતો સામે આવી હતી પરંતુ પોતે કૂવામાંથી બહાર નીકળી ગયા તેને બંને સંતાનો ડૂબી ગયા હતા.

ચકુબેન છેલ્લા ત્રણ મહિનાથી બીમાર રહેતી હતી પોતાની બીમારીથી કંટાળી જઈ પોતે મરી પોતે મરી જશે તો પોતાના બંને બાળકો હેરાન થશે અને રજડી પડશે તેવું વિચાર સતત તેઓને આવતો હતો. આ વિચારના કારણે પોતાના બંને સંતાનોને પ્રથમ કુવામાં ફેંકી પોતે પણ ઝંપલાવી આપઘાત કરવાનો પ્લાન કર્યો હતો. પોતે જે જમીન ભાગમાં વાવતા હતા તે વાડીએ ઓરડી પાસે આવેલ કુવામાં પ્રથમ સંતાનોને તેણીએ કુવામાં ફેંકી દીધા બાદ પોતે પણ કૂવામાં ઝંપલાવ્યું હતું પરંતુ પોતે કૂવામાંથી બહાર નીકળી ગયા તેને બંને સંતાનો ડૂબી ગયા હતા.

આ બનાવો અંગે તેણીના પતિ બદીયાભાઈએ પત્ની સામે જ બંને સંતાનોની હત્યા નીપજાવવા સબબ ફરિયાદ નોંધાવતા કાલાવડ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here