જામનગર: ઇન્સ્ટાગ્રામ પર ફોટો અપલોડ કરતી યુવતીઓને ચેતે કેમ કે….

0
3784

જામનગર: સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મમાંજામનગરની યુવતીના ફોટા ડાઉન
લોડ કરી, એ જ ફોટા ન્યૂડ કરી ફરી વાયરલ કરી જીઓ કોલ સેન્ટરના કર્મીએ તેણી તથા તેના પરિવારજનોને ધાકધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે.


સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ ધરાવતા વ્યક્તિઓ પર અનેક વખત આફતો આવી રહી છે જેનો સૌથી વધુ યુવતીઓ ભોગ બનતી હોય છે. જામનગરની એક યુવતી આવા જ સાયબર ક્રાઇમનો ભોગ બની છે.
જામનગરની યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુરાના મછલી માર્કેટ, મીલનચોક, બાબા કોલોની કેમ્પ-૨, વોર્ડ નં.૨૩, મકાન નં.૪૩૭, ભીલાઇ જી.દુર્ગ, છત્તીસગઢના રંજીતપાલ જગદેવપાલ જાતે ગડરીયા(ભરવાડ) નામના જીઓ કોલ સેન્ટરમાં નોકરી કરતા શખ્સે સતત નજર રાખી, તેણીના ફોટાઓ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પરથી ડાઉનલોડ કરી, તથા યુવતીના સગાઇ સમયના ફોટાઓ વાઇરલ કરી તથા બીભત્સ ફોટાઓ યુવતીને વોટ્સઅપ તથા ઇન્સ્ટાગ્રામમા મોકલયા હતા.

જેને લઈને યુવતીએ પોતાના ઇન્ટાગ્રામ આઇ.ડી. પર અપમાન જનક અને ખોટી માહીતીવાળી પોસ્ટ અપલોડ કરી,બીભત્સ લખાણ લખી વાઇરલ કરી યુવતી તથા તેના માતા-પીતા તથા ભાઇને જેમફાવે તેમ ગાળો આપી હતી અને યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને યુવતીએ પરિવારને સાથે રાખી ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here