જામનગર: એસટી બસનો ચાલક જ કરતો હતો વિદેશી દારૂની હેરાફેરી પણ..

0
2424

જામનગર એસટી ડેપોમાં પાર્ક કરાયેલી એસટી બસના ચાલકને એસટી વિજીલન્સની ટીમને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો છે. ગઈકાલે રાત્રે વિજિલન્સે તાકીને એસટી બસમાં ચેકિંગ કરતા ડ્રાઇવરના કબ્જામાંથી 55 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેને લઈને એસટીવિઝીલન્સની ટીમ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગર એસટી ડેપોમાં પાર્કિંગમાં પર કરાયેલ બસમાં ચાલક દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની ટીમને ચોક્કસ હકીકત મળી હતી જેને આધારે ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાના સોમવારે એસ.ટી.વીજ લેન્સની ટીમ દ્વારા પાર્કિંગમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
એસ.ટી.ડેપો ઇન ગેઇટના પાર્કીગ પાસે પાર્ક કરાયેલ બસમાં એસ.ટી. વીજલન્સ અવ્વલ સુરક્ષા નીરીક્ષક પંકજભાઇ વીઠલ્લભાઇ માકડીયા પટેલની ટીમે ચેકીંગ કરતા ચાલક દીલીપસીંહ હીમતસિંહ રાઠોડ રહે- ગામ રાયસંગ પુર તા- હીમતનગર જી-સાબરકાંઠા વાળાના કબજામાંથી પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૫૫ મળી આવી હતી. જેને લઈને વિજિલન્સની ટીમે રૂપિયા ૨૭,૫૦૦ની કિંમતનો દારૂ કબ્જે કરી ચાલ સામે સીટી એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી. એસટી બસ નો ચાલક જ વિદેશી દારૂની હેરાફેરી કરતો હોય જેને લઈને એસટી તંત્રમાં ભારે ચર્ચાનો દોર ચાલ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here