રાજકોટ: પીએમની મુલાકાત પૂર્વે વિસ્ફોટકોનો વિશાળ જથ્થો ચોરી થઈ જતા ખડભડાટ

0
1198

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે આવતીકાલે તેઓ જામનગર ખાતે વિશાળ સભાનું સંબોધન કરશે અને રાત્રી રોકાણ કરશે તે પૂર્વે રાજકોટ ખાતેથી વિસ્ફોટકોનો વિશાળ જથ્થો ચોરી થઈ ગયા ની ફરિયાદ સામે આવતા મચી જવા પામ્યો છે. પીએમના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈને આ ચોરી અગત્યની માનવામાં આવી રહી છે. બે દિવસ પૂર્વે થયેલી ચોરી સંબંધે પોલીસ ઉપરાંત જુદી જુદી સુરક્ષા એજન્સીઓએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરના પ્રવાસે છે ત્યાંથી તેઓ રાજકોટ જિલ્લાના પ્રવાશે જવાના છે આ પ્રવાસ પૂર્વે રાજકોટ પંથકમાંથી વિસ્ફોટકોનો વિશાળ જથ્થો ચોરી થઈ જવા પામ્યો છે. રાજકોટના કાલાવડ રોડ પર બિગ બજાર પાછળ બ્રહ્મ કુંજ સોસાયટીમાં રહેતા એભલભાઇ લાભુભાઇ જલુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં તા-૦૬/૧૦/૨૦૨૨ ના રાત્રીના કલાક ૨૦/૦૦થી તા-૦૭/૧૦/૨૦૨૨ના સવારના આઠ દરમ્યાન રાજકોટ નજીક લાપાસરી ગામમાં આવેલ પોતાના રાજહંસ સ્ટોન કંન્ટ્રીંગ કંપનીના રૂમમા રાખેલ એકસ્પોઝીવ (ટોટા)ની સાત પેટી કી.રૂ. જેની કી.રૂ.૨૧૦૦૦/- તથા બ્લાસ્ટીંગ કેપ આશરે ૨૫૦ નંગ કુલ કી.રૂ.૭૫૦૦ તથા બ્લાસ્ટીંગ કરવા ના વાયર આશરે ૧૫૦૦ મીટર જેની કી.રૂ.આશરે ૧૨૦૦૦-ની એમ મળી કુલ કી.રૂ. ૪૦,૫૦૦/- ની રૂમ નુ તાળુ તોડી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હોવાનું ફરિયાદ જાહેર કરાયું છે.


અગત્યની વાત એ છે કે આવતીકાલે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે જે ત્યારે વિસ્ફોટકોની ચોરીને ગંભીર ગણવામાં આવી રહી છે તો તે વિસ્ફોટકો ની ચોરી થઈ જતા પોલીસ ઉપરાંત જુદી જુદી સુરક્ષા એજન્સીઓ પણ આ ચોરી ને ડિટેક્ટ કરવા માટે મેદાને પડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here