જામનગર : પતિએ ચારિત્ર્ય પર શંકાઓ કરતા પત્નીએ આવું પગલું ભર્યું, જાણો શું કર્યું ?

0
375

જામનગર : જામનગર નજીકના જાંબુડા ગામે રહેતા બાવાજી પરિવારની પરિણીતાને પતિએ ચારિત્ર્ય પર શંકા કરતા તેણીએ આપઘાત કરવાનો પ્રયાસ કરતા મામલો પોલીસ દફતરે પહોચ્યો છે.

જામનગર તાલુકાના જાંબુડા ગામે રહેતી પ્રિયાબેન કિશનભાઇ મનસુખલાલ કાપડી નામની મહિલાએ પોતાના ઘરે ઊંઘની વધારે પડતી ગોળીઓ આરોગી લઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેણીને જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યા તેણીએ પોલીસમાં નિવેદન આપ્યું હતું જેમાં તેના પતિ કિશનભાઈ મનસુખલાલ કાપડીએ તેણીના ચારીત્ર ઉપર શંકા કરી, દુ:ખ ત્રાસ આપી તકરાર કરતા તેણીએ કંટાળી જઇ આ પગલું ભર્યું હોવાનું નિવેદન આપ્યું હતું. પોલીએ તેણીના પતિ સામે સ્ત્રી અત્યાચાર ધારાઓ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here