જામનગર : વેપારીને આ ધંધામાં સાડા ચાર કરોડની ખોટ ગઈ અને પછી…

0
622

જામનગર : જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ધંધામાં ગયેલ કરોડો રૂપિયાની ખોટને લઈને નાશીપાસ થયેલ વેપારીએ આખરે વખ ઘોડી જીવ દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવના પગેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જામનગરમાં રણજીત સાગર રોડ પર એક વેપારીએ ઝેરી દવા પી  જીવતરનો અંત આણ્યો છે. જેમાં કોઈને કહ્યા વિના જ ઘરે થી નીકળી ગયેલ વેપારી મનસુખભાઈ લખમણભાઈ નારિયા ઉવ ૫૮ નામના વેપારીએ દવા પી લઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ છગનભાઈ લખમણભાઈ નારીયાએ જાણ કરતા સીટી એ ડીવીજન પોલીસે સ્થળ પર પહોચી મૃતકનો કબજો સંભાળી નિવેદનો નોંધ્યા હતા. જેમાં મૃતક સાધવી એંટરપ્રાઈસ લોખડ તથા સીમેંટ ની દુકાન ખોલી ધધો કરતા હતા. પરંતુ આ ધંધામાં આશરે સાડા ચાર કરોડની નુકસાની ગઈ હતી. જેના કારણે કયાક કીધા વગર ઘરેથી નીકળી ગયા હતા. ધંધામાં  મોટી ખોટ આવતા નાશીપાસ થયેલ વેપારીને આઘાત લાગતા તેઓએ પોતાના હાથે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here