જામનગર : કિરીટ જોશી હત્યા પ્રકરણમાં ૬૦ લાખની સોપારી ચૂકવાઈ

0
615

જામનગર : વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણના ત્રણેય આરોપીઓને એલસીબીએ રિમાન્ડ પર લઇ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસની એક ટીમ એક આરોપીને લઈને નેપાળ બોર્ડર તરફ તપાસ માટે લઇ રવાના થઇ છે. બીજી તરફ ત્રણ વર્ષમાં ત્રણેય આરોપીઓને જયેશ પટેલે ૬૦ લાખની વધુની સોપારીની રકમ પૂરી પાડી હોવાનું સામે આવ્યું છે. હત્યા બાદ અલગ અલગ જગ્યાએ આશ્રય પામેલ આરોપીઓ અને જયેશ પટેલ વચ્ચે આર્થિક  વ્યવહારો થયા હતા આ વ્યવહારો હવાલા દ્વારા થયા હોવાનું પણ સામે આવ્યું  છે. ત્રણ વર્ષ પૂર્વે જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યા નીપજાવવામાં આવી હતી.

કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલે અમદાવાદના હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર અને જયંત ગઢવીને ત્રણ કરોડની સોપારી નક્કી  કરી વીસ લાખ ચૂકવી હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. ત્રણ વર્ષ ફરાર રહેલ ત્રણેય આરોપીઓ પકડાઈ જતા આવી વિગતો સામે આવી છે. કોલકતાથી પકડાયેલ આરોપીઓને જામનગર પોલીસ અહી લઇ આવી છે. ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈની આગેવાની નીચે એલસીબીની ટીમ દ્વારા ત્રણેય આરોપીઓની ઘનિષ્ટ પૂછપરછ કરવા અલગ આગળ ટીમ રચી  ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. બાર દિવસના રિમાન્ડ પર રહેલા ત્રણેય આરોપી પૈકી હાર્દિક ઠક્કરને સાથે રાખી પોલીસની એક ટુકડીએ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યો સુધી તપાસ લંબાવી છે. જયારે એક ટુકડીએ અન્ય બે આરોપીઓની અલગ અલગ તબ્બકે પૂછપરછ શરુ કરી છે. આ ઘટનાં પૂર્વે જામનગરના સખ્સે રેકી કરી હોવાથી પોલીસ આ સખ્સ સુધી પહોચવા માટે ગુપ્ત રાહે અમુક સખ્સો સુધી તપાસ લંબાવી છે. છેલા બે દિવસથી સુષ્ક રહેલ તપાસ હવે આગળ વધી છે. હત્યા પ્રકરણમાં આરોપીઓ અને જયેશ પટેલ વચ્ચે વોટ્સએપ કોલિંગથી હત્યા પૂર્વે અને હત્યા  બાદ સંપર્કો થયા હોવાનું સામે આવ્યું છે. હત્યા પૂર્વે જ જયેશ પટેલે ત્રણેય આરોપીઓને વીસ લાખની સોપારી આપી હતી જ્યારે હત્યા બાદ મહીને મહીને ત્રણથી પાંચ લાખની રકમ પૂરી પાડી હોવાની વિગતો સામે આવી હતી. ત્રણેય વર્ષના ગાળામાં જયેશે આરોપીઓને જુદા જુદા સ્થળોએથી રૂપિયા ૪૦ લાખથી વધુની રકમ સપ્લાય કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ આર્થિક વ્યવહારો હવાલા  મારફત થયા હોવાનું પણ સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here