જામનગર : સળગેલી હાલતમાં સાંપડેલ પુરુષની હત્યા ? માથાના ભાગે પ્રહાર

0
358

જામનગર : જામનગરમાં ફોરેસ્ટ કોલોની પાછળ આવેલ વાડી વિસ્તારમાં અવાવરું કુવામાંથી સાંપડેલ અજાણ્વ્યા પુરુષના મૃતદેહની હત્યા નીપજાવાઈ હોવાની પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે. માથાના ભાગે લાગેલાનું નિશાન અને અર્ધ સળગેલી  હાલતમાં મળી આવેલ મૃતદેહ કોનો છે એની પુષ્ટી થવા પામી નથી. ઓળખવિધિ થયા બાદ પોલીસ તપાસને વેગ મળશે.

જામનગરમાં ફોરેસ્ટ કોલોની પાછળ વાડી વિસ્તારમાંથી આવેલા એક કુવામાંથી અર્ધ સળગેલી હાલતમાં એક વ્યકિતનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે મૃતકનો કબ્જો સંભાળી પીએમ વિધિ કરાવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અજાણી વ્યકિત મહિલા છે કે પુરૂષ તે અંગે પણ લાશની સ્થિતિ પરથી નક્કી ન થઇ શકતા પોલીસે પીએમ રીર્પોટ પર આધાર રાખ્યો છે. ત્રણ ચાર દિવસ પૂર્વે જ મૃતક મૃત્યુ પામ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ બનાવ અંગે પીઆઈ ભોયેના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ થઇ નથી પરંતુ માથાના ભાગે ઈજાના નિશાન મળ્યા હોવાથી હત્યા તરફ આશંકા જાય છે. મૃતકની ઓળખ વિધિ થયા બાદ તપાસને વેગ મળશે આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here