જામનગર : પોલીસકર્મી યુવતી અને યુવાન વચ્ચે રચાયેલ સબંધો ખાટા થયા, પછી થયું આવું

0
1918

જામનગર : આજકાલ સમાજમાં યુવા હૈયાઓ વચ્ચે વિકસિત થતા સંબંધોમાં કયાંકને ક્યાંક પરિપક્વતા અને વિશ્વસનીયતાની ઉણપ જોવા મળતી હોય છે. મોટાભાગના આવા સબંધો વિસ્તરિત થાય તે પૂર્વે જ ભંગાણ પડે છે. આવો જ એક કિસ્સો જામનગરમાં ચર્ચાના એરણે ચડ્યો છે. જેમાં એક પોલીસકર્મી યુવતી અને યુવાન વચ્ચેના સાત માસના સબંધની વાત છે.

જામનગરમાં હાલ મહિલા પોલીસકર્મી અને એક યુવાન વચ્ચેના વિકસેલા સબંધ બાદ વિક્ષેપ આવી જતા સંબંધ તૂટ્યા હતા. બંને વચ્ચેના સબંધ અને ત્યારબાદના સમીકરણો હાલ ટોકિંગ પોઈન્ટ બન્યા છે. જેમાં જામનગર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક અપરણિતમહિલા પોલીસકર્મી અને યુવાન વચ્ચે સબંધો બંધાયા હતા. ત્યારબાદ કોઈ કારણસર બંનેના વિચારો નહી મળતા સબંધમાં અંતરાય આવે છે. બંને વચ્ચેના મૈત્રી સબંધમાં ભર ચોમાસે ઓટ આવી ગઈ હતી. દરમિયાન એ યુવાન ભૂલી જાય છે કે સામેનું પાત્ર છે તે પોલીસકર્મી છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા મૈત્રી પૂર્ણ થઇ જવા છતા યુવાને ‘ધરાર’ સબંધ ચાલુ રાખવા માટે સતત ફોન કોલ જોડી તેણીને હેરાન પરેશાન કરી હતી. જેને લઈને જે તે મહિલા પોલીસકર્મીએ ખુદના જ પોલીસ વિભાગમાં અરજી કરી છુટકારો મેળવવા પ્રયાસ કર્યો હતો. જામનગર પોલીસે જે તે યુવાન સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી છે. હાલ આ મૈત્રી સંબંધ પોલીસ બેડાની સાથે શહેરમાં હાલ ટોકિંગ પોઈન્ટ બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here