exclusive : આ લતાવાસીઓએ બેનર માર્યા..કોઈ રાજકીય પક્ષોએ સોસાયટીમાં પગ ન મુકવો..કારણ છે આવું

0
1113

જામનગર : જામનગર મહાનગર પાલિકાના શહેરી વિસ્તારમાં આવતી વેલનાથ સોસાયટીના પરેશાન નાગરીકોએ આગામી ચુટણી પૂર્વે જ સ્થાનિક નગરસેવકો અને પાર્ટીઓની ચિંતામાં વધારો કર્યો છે. પોતાના વિસ્તારની સમસ્યાઓથી ઘેરાઈ ગયેલ સોસાયટીવાસીઓની સમસ્યાઓ એની એ જ રહેતા રાજકીય પાર્ટીઓને સોસાયટીમાં આવવાની સખ્ત મનાઈ કરી દીધી છે.

આમ તો હાલ ચોમાસામાં જામનગર શહેરના તમામ રસ્તાઓ ખાડામાં તબદીલ થઇ જતા સમગ્ર શહેરના નાગરિકો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે વોર્ડ નમ્બર ૧૧માં આવેલ વેલનાથ સોસાયટી વાસીઓ વિશેષ સમસ્યાઓથી ત્રાસી ગયા છે. રાજકીય પાર્ટીઓ અને સ્થાનિક નગરસેવકોને અનેક વખતની રજુઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહી થતા આખરે લતાવાસીઓએ અનોખો વિરોધ શરૂ કર્યો છે. અહી રહેતા નાગરિકોએ બોર્ડ મારી વિરોધ કર્યો છે જેમાં લખાયા મુજબ,

વેલનાથ સોસાયટી વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષોએ પગ મુકવો નહીં મત માંગવા પણ આવવું નહીં – રહેવાસીઓ…….જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૧ હાપા વેલનાથ સોસાયટીના તમામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ, ગટર,સ્ટ્રીટ લાઈટ , વરસાદી પાણી ના નીકાલ, સફાઈ, પીવાના પાણી, આરોગ્ય આ તમામ બાબતે આ સોસાયટી ના રહેવાસીઓ ને તકલીફ છે, પણ કોઈપણ ચુંટાયેલા નગર સેવક કે જામનગર મહાનગરપાલિકાના અધિકારીશ્રી દ્વારા કંઈજ કામગીરી કરવામાં આવતી નથી.

આ પ્રકારના લાગેલા બેનરને લઈને રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઈ છે. આગામી સમયમાં મહાનગર પાલિકાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે આ બાબત એક પણ પાર્ટી કે સ્થાનિક નગરસેવકને પોસાય તેમ નથી. હાલ બંને પાર્ટીઓ દ્વારા નાગરિકોને સમજાવવાના પ્રયાસો શરુ કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here