જામનગર: જેને જવાબદારી સોપી તે માણસે લાખો રૂપિયાનું કરી નાખ્યું

0
1584

જામનગર: જામનગર નજીક દરેડ જીઆઈડીસી ફેસ ત્રણમાં શિવમ કોમર્શીયલ કોમ્પ્લેક્ષ ઓનર્સ સર્વિસ કો-ઓપરેટીવ સોસાયટી લી.ના મુખ્ય પ્રયોજકએ રૂપિયા ૧૪ લાખની ઉચાપત કરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. મુખ્ય પ્રયોજક પર સભાસદોએ મુકેલ ભરોષો ભારે પડ્યો અને પ્રયોજક જ લાખો રૂપિયા ચાઉં કરી ગયો હોવાનું બહાર આવ્યું છે. પંચકોશી બી ડીવીજન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૩ વિસ્તારમાં કનસુમરા ગામના રેવન્યુ સર્વે નમ્બરમાં શીવમ કોમર્શીયલ કોમ્પ્લેક્ષના ઓનર્સ સભાસદો સાથે છેતરપીંડી થઇ છે. આ બાબતે ભરતભાઇ મગનભાઇ ટોસરએ પંચકોશી બી ડીવીજનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં શ્રી શિવમ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ઓનર્સ સર્વિસ કો-ઓપરેટીવ સોસાયટી લી.જામનગર ના મુખ્ય પ્રયોજક સુરેશભાઇ કરમશીભાઇ સંઘાણી મેહુલનગર દેવપાર્ક અતરિક્ષ રેસીડેન્સી બી વીંગ બ્લોક નં ૧૧૦૧ તા.જી.જામનગર મુળ રહે. વિભાપર ગામ તા.જી.જામનગર  વાળાએ સોસાયટી લી.ના સભાસદોએ ભરોસા ઉપર સોસાયટી લી.ના હીત માટે એક વ્યાપારીક એજન્ટ તરીકે સોસાયટી લી.નો વહીવટ આરોપીને સોપેલ હતો. પરંતુ સુરેશભાઈએ પોતાના અંગત સ્વાર્થ માટે સોસાયટી લી.ના બેન્ક એકાઉન્ટના ચેકોનો બદ દાનતથી પોતાના અંગત ઉપયોગ માટે દુર વિનીયોગ (દુર ઉપયોગ) કરી સોસાયટી લી.ને આર્થીક નુકશાન પહોચાડી સોસાયટી લી.ના સભાસદો સાથે વીશ્વાસઘાત કરી સોસાયટી લી.ની  રૂપીયા ૧૪,૨૫,૦૦૦ની રકમ ઉચાપત કરી આર્થીક નુકશાન પહોચાડી હતી. સુરેશભાઈએ સોસાયટી લી.ના ચેકો કપટપુર્વક અન્યને આપી દઇ ગુનો આચાર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સુરેશ સંઘાણી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here