જામનગર: સપડા ડેમમાં પાંચ જીંદગી ગરદ, અમે જોયું ત્રણ દેહ તરતા હતા: સરપંચ

0
2502

જામનગર નજીક કાલાવડ રોડ પર આવેલ સપડા ગામના સપડા ડેમ સાઈટ પર ફરવા ગયેલ જામનગરના બે પરિવારના પિતા-પુત્ર અને પત્ની તેમજ માતા-પુત્રના ડૂબી જતા કમકમાટીભર્યા મૃત્યુ નીપજયા છે. જાહેર રજાનો દિવસ હોવાથી બંને પરિવાર એક સાથે સહેલગાહે નીકળ્યો હતો. ડેમ સાઈટ પર ન્હાવા પડેલ કોઈ ડૂબવા લાગ્યા હોય અને અન્ય તેઓને બચાવવા પડ્યા હોય એમ એકબીજાને બચાવવા જતા પાંચેય ડેમમાં ગરદ થયા હોવાની ધારણા બાંધવામાં આવી રહી છે.

જામનગરના ભાનુશાળી પરિવાર માટે આજે રજાનો દિવસ ખુબ જ અપસુકાનીયાળ સાબિત થયો હતો. શહેરના દિગ્વિજ પ્લોટ વિસ્તારમાં રહેતા મહેશભાઇ કાનજીભાઇ મંગે ઉ.વ-૪૨, પત્ની લીનાબેન ઉવ 40 અને પુત્ર સિદ્ધાર્થ ઉવ 19 તેમજ બાજુમાં રહેતા પાડોશી અનિતાબેન ઉર્ફે શીતલબેન વિનોદભાઇ ધનશ્યામભાઇ દામા ઉ.વ-૪૫ તેના પુત્ર રાહુલ ઉવ 16 સાથે એક જ કારમાં બેસી સપડા બાજુ ફરવા ગયા હતા. દરમિયાન બંને પરિવાર સપડા ડેમ પહોચ્યા હતા જ્યાં ડેમ સાઈટ પર ન્હાવા પડ્યા હતા અને એક એક એક ઊંડા પાણીમાં ગરદ થઇ ગયા હતા. ડેમ સાઈટ પરથી પસાર થતા કોઈ ગ્રામજને પાણીમાં તરતા ત્રણ દેહ જોયા હતા અને બુટ-છપલ પણ જોયા હતા. જેને લઈને તેઓએ સરપંચને જાણ કરી હતી. સરપંચ અન્ય ગ્રામજનો સાથે ડેમ સાઈટ પર પહોચ્યા હતા જ્યાંથી તેઓએ પોલીસ અને ફાયરને જાણ કરી હતી. જેના પગલે પંચકોશી એ ડીવીજનનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો. ફાયરની ટીમે તરતા ત્રણ દેહ બહાર કાઢ્યા હતા. જયારે ડેમ સાઈટ પર ડૂબકી લગાવી અન્ય બે દેહ પણ બહાર કાઢ્યા હતા. દરમિયાન કારમાં ચકાસણી કરતા તમામની ઓળખ મળી હતી. જેને લઈને પોલીસે જામનગર રહેતા પરિવારને જાણ કરી હતી અને પાંચેય દેહને જામનગર જીજી હોસ્પિટલ ખસેડ્યા હતા.

દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગજાનન પ્રોવીજ્ન સ્ટોર નામની દુકાન ધરાવતા મૃતક મહેશભાઈ અને તેના પત્ની તથા પુત્રના એકસાથે મૃત્યુ નીપજયા છે. મૃતક મહેશભાઈનો મૃતક પુત્ર સિદ્ધ મહેશાણા ખાતે એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે. સિદ્ધને જાણે મોત બોલાવતું હોય તેમ ગઈ કાલે જ મહેસાણાથી જામનગર આવ્યો હતો. મહેશભાઈએ  મહિના પૂર્વે જ સેકન્ડ હેન્ડ કાર ખરીદી હતી. જેમાં મહેશભાઈનો પરિવાર અને પડોશમાં રહેતા અનીતાબેન અને તેનો દસમાં ધોરણમાં અભ્યાસ કરતો પુત્ર રાહુલ પણ મંગે પરિવારની સાથે ગયા હતા. આ ઘટનાના પગલે ભાનુંસાળી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here