જામનગર: અન્ય પુરુષ સાથે વાતચીતનો વ્યવહાર મોંઘો પડ્યો પરિણીતાને

0
547

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં પાણાખાણમાં શેરી નંબર આઠમાં રહેતા એક યુવાને તેની પત્ની પર લોખંડની કોષ વડે હુમલો કરી, માથા તથા હાથ અને પીઠના ભાગે ઇજા પહોંચાડ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. કારખાનામાં મજૂરી કામ કરતી પરણીતાને અન્ય પુરુષ સાથે વાતચીતના સંબંધ કેળવતા ગિનાઈ ગયેલા પતિએ પત્ની પર હુમલો કર્યો હોવાની વિગતો ફરિયાદમાં જાહેર થઈ છે.  આ ફરિયાદના આધારે સીટી સી ડિવિઝન પોલીસે આરોપીની શોધ કોણે હાથ ધરી છે.

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં આવેલ પાણાખાણ એરિયાના શેરી નંબર ત્રણમાં રહેતા હસમુખભાઈ મોઢા નામના પતિએ તેની પત્ની રંજનીબેન ઉંમર વર્ષ 34 પર તારીખ પાંચમી ના રોજ બપોરે 2:00 વાગ્યાનાં સુમારે લોખંડની કોષ વડે હુમલો કર્યો હતો, દારૂ પીને ઘરે આવેલા પતિએ પત્નીને ગાળો કાઢી, ઘરમાં પડેલ કોષ વડે માથાના ભાગે તથા જમણા હાથ અને પીઠના ભાગે પ્રહારો કરી માર માર્યો હતો, જેમાં જમણા હાથમાં ફેક્ચર તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા રજનીબેનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે તેણીએ સારવાર લીધા બાદ પતિ સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપી હસમુખભાઈ કોઈ કામ ધંધો કરતા ન હોવાથી તેણીને કારખાનામાં મજૂરી કામ કરવા જવું પડતું હતું તે દરમિયાન તેણીને આકાશ નામના વ્યક્તિ સાથે વાતચીતના સંબંધ કેળવાયા હતા આ વાતની જાણ તેના પતિને થઈ હતી અને તેઓ  ઉશકેરાઈને બોલાચાલી કરી તેણીનું કારખાને જવાનું બંધ કરી દીધું હતું. જેને લઈને તેણીની તેના માવતર રહેવા ચાલી ગઈ હતી. ત્યારબાદ થોડા સમય પછી તેણીનો પતિ તેણીને તેડી લાવ્યો હતો અને સમાધાન થયું હતું. પરંતુ થોડાક દિવસોમાં દારૂ પીને ઘરે આવેલા પતિએ તેની પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ બાબતને લઈને સીટી સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here