જામનગર: યુવતીને પ્રેમ સંબંધ બંધાયો, ઘર છોડી પ્રેમીના ગામ આવી

0
5939

કાચી ઉંમરનો પ્રેમ ક્યારેય સંસાર સુધી ન પહોંચે અને પહોંચે તો એ સંસાર ચાર ડગલાં પણ ન ચાલે, આવો જ કાચી ઉંમરનો પ્રેમ એક યુવતીને થઈ ગયા બાદ ઘર છોડી પ્રેમીને પામવા તેમના ગામ સુધી પહોંચી, પણ નફ્ફટ પ્રેમીએ સ્પષ્ટ ના પાડી દેતા યુવતી ન ઘરની ન ઘાટની રહી, પછી શુ થયું આગળ વિસ્તારથી વાંચો

તા-06/02/2023 ના રોજ એક યુવતીએ 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ મારે બે વર્ષથી એક પુરુષ સાથે રિલેશન હોય છે , તે પુરુષ સાથે મારે એવી વાત થયેલ હોય કે કાલે સવારે આપણે બંને ઘરેથી કોઈને કહ્યા વગર નીકળીને લગ્ન કરી લેશું તેથી યુવતી આજ રોજ 10 :00 તેમના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોય અને યુવતી પુરુષના ગામમાં આવી પહોંચેલી હોય ત્યાં આવીને તેમણે પુરુષને ફોન કરેલો હોય પરંતુ તે પુરુષ નો ફોન બંધ આવતો હોય અને થોડીવાર માં તે પુરુષનો કોલ સામેથી આવેલો હોય અને કોલ માં જણાવેલ કે હવે મારે તારી સાથે લગ્ન કરવા નથી અને મારી જ જ્ઞાતિની છોકરી સાથે હું લગ્ન કરવા માગું છું. આ જ પછી મને ફોન કરતી નહીં એવું જણાવેલું હોય તેથી યુવતી ગભરાઈ ગઇ, પછી શું ? ભાંગી પડેલ યુવતીને થોડી વારમાં તો દુનિયાદારીની ભાન થઈ ગઈ, થોડી ક્ષણ વિચાર કર્યા બાદ એ યુવતીએ સ્માર્ટફોનમાં સર્ચ કરી, 181 ટીમની માહિતી મેળવી મદદ માંગી હતી.
181 ની ટીમ સ્થળ પર આવેલ અને યુવતીની સમસ્યા સાંભળી, ત્યારબાદ યુવતી સાથે કાઉન્સેલિગ કરેલ અને યુવતીના ભાઈ તેમજ તેમના માતાનો કોન્ટેક નંબર મેળવેલ અને તેમના ભાઈ પાસેથી તેમનું એડ્રેસ મેળવેલ અને યુવતીને તેમના ઘરે લઈ જઈને લાંબા ગાળાનું કાઉન્સલિંગ કરેલ સમજાવેલ ત્યારબાદ યુવતી તેમની મરજીથી રાજી ખુશીથી તેમના માતા તેમ જ ભાઈ સાથે રહેવા માટે તૈયાર થઇ ગઈ, યુવતીએ તેમના ભાઈ તેમજ માતા પાસે તેમની ભૂલ સ્વીકારેલ કર્યો હતો. ત્યારબાદ 181ની ટીમે યુવતીને તેમના ભાઈ તેમજ માતાને સોંપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here