જામનગર : નિવૃત થતા એએસઆઈએ અંતિમ દિવસે આપ્યો આવો પ્રેરણારૂપી સંદેશ

0
1255

જામનગર અપડેટ્સ :  જામનગરમાં નિવૃત થયેલ પોલીસ જમાદારે યુવાનોને અનોખો સંદેશ આપ્યો છે. જામનગર પોલીસના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવ્યા બાદ આજે વય મર્યાદાને લઈને એએસઆઈ યુનુસ સમા નિવૃત થયા છે. પોતાની ફરજકાળ દરમિયાન ફીટ અને તંદુરસ્તી છેક સુધી જાળવી રાખી છે.

વર્તમાન સમયમાં ફાસ્ટફૂડ પર ઉતરી આવેલ યુવાધન અદોકડું શરીર આકાર લેતું જાય છે. ઉપરાંત અનિયમિત ખોરાક તેમજ બેઠાડું જીવનને લઈને પણ સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહી છે. આવા સમયે નિવૃત્તિના અંતિમ દિવસે પણ પોતે ફીટ છે એવો સંદેશો યુવા વર્ગમાં પ્રસારિત થાય અને નૈસર્ગિક સ્વાસ્થ્યનું નિર્માણ થાય તે ફિટનેસના મહત્વનો અનોખો દાખલો બેસાડ્યો છે. જામનગર જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી એએસઆઈ યુનુસ સમા આજે નિવૃત થયા છે.

આજે અંતિમ દિવસે એએસઆઈ સમાએ શહેરની એએસપી કચેરીથી એસપી કચેરી સુધી યુવાનને સરમાવે તેવી સ્ફૂર્તિ સાથે દોડ લગાવી હતી. શહેરની ધાર્મિક સંસ્થાઓના સંતોએ લીલી જંડી આપી એએસઆઈને  પ્રસ્થાન કરાવ્યું. જયારે એસપી કચેરી પણ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જીવનમાં સ્વાસ્થ્યના મહત્વને દર્સાવવા એએસઆઈએ દોડ લગાવી તમામ વર્ગને જીવનમાં ફીટ રહેવાનો અનોખો સંદેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here