જામનગર : ૧૪ મહિલા સહીત ૧૮ સખ્સો ઝડપાયા તીનપતી ખેલતા

0
192

જામનગર અપડેટ્સ : જામનગર શહેરમાં ગઇકાલે પોલીસે બે જુદા-જુદા દરોડા પાડી 14 મહિલાઓ સહિત 18 શખ્સોને જુગાર રમતા પકડી પાડયા છે. પોલીસે રૂા.22 હજારની રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી કરી હતી. તંબોલી ભવન આવાસ અને વૃંદાવન પાર્ક શેરી.નં.4માં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઇને દોડધામ મચી જવા પામી હતી.


જામનગરમાં વૃંદાવન પાર્ક શેરી.નં.4માં ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોરની આગળ જાહેરમાં અમુક મહિલાઓ પુરૂષો સાથે જુગાર રમતી હોવાની સીટી એ ડિવિઝન પોલીસને હક્કિત મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ દરોડા દરમ્યાન જાહેરમાં તીનપત્તીની મોજ માણી રહેલા રવિ યોગેશભાઇ બોરીચા રહે. જડેશ્વરપાર્ક શેરી નં-2 પ્લોટ નં-159/7 જામનગર, વૈશાલીબેન જનકભાઇ મુળજીભાઇ ડોડીયા રહે. પટેલપાર્ક જડેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં ગોલ્ડન એવન્યુ એપાર્ટમેન્ટ પહેલો માળ ફ્લેટ નં-101 જામનગર, મનીષાબેન દેવેન્દ્રભાઇ શૈલશંકરભાઇ ત્રીવેદી રહે. પટેલપાર્ક જડેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં ગોલ્ડન એવન્યુ એપાર્ટમેન્ટ પહેલો માળ ફ્લેટ નં-103 જામનગર, વીકેતાબેન અતુલભાઇ જમનભાઇ નારીયા રહે. વૃંદાવન પાર્ક-2 મકાન નં-16/12 જડેશ્વર મંદિર પાસે જામનગર, મંજુબેન જયેશભાઇ ખીમાભાઇ કરંગીયા રહે. જડેશ્વરપાર્ક શેરી નં-2 પટેલ જનરલ સ્ટોરની બાજુમાં જામનગર, મમતાબેન મનોજગીરી પ્રવિણગીરી અપારનાર્થી રહે. વૃંદાવાન પાર્ક શેરી નં-4 મકાન નં-97/5 જામનગર, મનીષાબેન વિપુલભાઇ ધનજીભાઇ ધોળકીયા રહે. જમાઇપરા નવી સાધના પાસે જામનગર, સુશીલાબેન ગીરધરભાઇ પ્રેમજીભાઇ રાયઠઠા રહે. પટેલપાર્ક શેરી નં-5 ક્રિષ્ના રેસીડન્સી પ્લોટ નં-502 જામનગરવાળા શખ્સો આબાદ ઝડપાઇ ગયા હતા. પોલીસે તમામ શખ્સોના કબ્જામાંથી રૂા.11,070ની રોકડ કબ્જે કરી જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી હતી.
જયારે ફુલચંદ તંબોલી ભવન આવાસમાં જુગાર રમાતો હોવાની સીટી સી ડિવિઝન પોલીસને હક્કિત મળતા તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી હતી. જયા આવાસની બી-વિંગમાં જુગાર રમી રહેલા રઘુવીરસિંહ નટુભા જાડેજા રહે-તંબોલી ભવન આવાસ બ્લોક નં- સી/301 જામનગર, ભરતભાઇ  ગોવીંદભાઇ રાઠોડ રહે- તંબોલી ભવન આવાસ બ્લોક નં- બી/303 જામનગર, મનસુખભાઇ પ્રધાનભાઇ મંગે રહે – સત્યમ કોલોની સર્વોદય એપાર્ટમેન્ટ જામનગર, મંજુબેન મહેંદ્રભાઇ કરશનભાઇ ગોસ્વામી રહે- ફુલચંદ  તંબોલી ભવન બ્લોક નં- એ/401 જામનગર, દેવીબેન  પરમાનંદભાઇ બચુભાઇ રામૈયા રહે- ફુલચંદ તંબોલી ભવન બ્લોક નં- એ/402 જામનગર, દક્ષાબેન રસીકભાઇ પોપટભાઇ સાંચલા રહે- ફુલચંદ તંબોલી ભવન બ્લોક નં-બી/403 જામનગર, કસ્તુરબેન ભાસ્કરભાઇ ભગવાનજીભાઇ રાયચુરા રહે-ફુલચંદ તંબોલી ભવન બ્લોક નં-બી/105 જામનગર, જોશનાબેન પ્રવીણભાઇ પ્રાગજીભાઇ કનખરા રહે- ફુલચંદ તંબોલી ભવન બ્લોક નં-બી/309 જામનગર, કીરણબેન અનીલભાઇ રામજીભાઇ સોલંકી રહે- ફુલચંદ તંબોલી ભવન બ્લોક નં-સી/407 જામનગર, નિર્મળાબેન લક્ષ્મીદાસ બાબુભાઇ ગૌરી રહે- સત્યમ કોલોની રોડ નેશનલ કોમ્યુટર કોલેજની પાછળ જામનગરવાળા શખ્સોને પોલીસે રૂા.11,210ની રોકડ સાથે પકડી પાડયા હતા. પોલીસના દરોડા દરમ્યાન જુગારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here