જામનગર પોલીસનું ઓપરેશન અપહરણ, બે યુવાનોને છોડાવ્યા

0
851

જામનગરથી ઉતરપ્રદેશ ફરવા ગયેલ બે યુવાનોના યુપીમાં થયેલ અપહરણ બાદ જામનગર પોલીસે સ્થનિક પોલીસની મદદથી ગુપ્ત ઓપરેશન પાર પાડી બંને યુવાનોને છોડાવી જામનગર આવવા રવાના થઇ છે. આજે બપોર બાદ પોલીસ જામનગર પરત ફરશે.

જામનગરમાં પોસ વિસ્તારમાં રહેતી એક મહીલા બે દિવસ પૂર્વે સીટી બી ડીવીજન પોલીસ દફતર આવી હતી આ સમગ્ર ઘટના અંગે વિગતો આપી હતી. પોતાના પતિ અને પતીના મિત્ર ચાર દિવસ પૂર્વે ઉતરપ્રદેશ ફરવા ગયા હતા એક દિવસ સંપર્ક નહિ થયા બાદ તેઓને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેણીના પતિ અને તેની સાથે રહેલ યુવાનનું અપહરણ થયું છે. જો બંનેની સલામતી જોઈતી હોય તો રૂપિયા આપવાની માંગણી કરવામાં આવી હતી. આવી ઘટના સામે આવતા જીલ્લા પોલીસ વડાએ તાત્કાલિક કાનપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. જેને લઈને કાનપુર પોલીસે તમામ સહકારની ખાતરી આપતા જામનગર પોલીસની એક ટીમ કાનપુર પહોચી હતી. પોતે યુવાનોના પરિવાર વતી આવ્યા હોવાની ગુપ્ત ઓળખ આપી પોલીસ અપહરણકારો સુધી પહોચી હતી અને સમય સુચકતા વાપરી કાનપુર પોલીસની મદદથી બંને અપહૃતને મુક્ત કરાવ્યા હતા. જામનગર પોલીસે બંને યુવાનોને હેમ ખેમ ઉગારી લીધા હોવાની જામનગર પરિવારને જાણ થતા જામનગરમાં ખુશી ફેલાઈ ગઈ હતી. જામનગર પોલીસે બંને યુવાનોને સાથે રાખી જામનગર આવવા રવાના થઇ છે. આજ સાંજ સુધીમાં આ ટીમ અહી આવી જશે ત્યારબાદ પોલીસ સતાવાર વિગતો જાહેર કરશે એમ પીઆઈ કે એલ ગાધે એ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here