જામનગર: પોલીસ હેડ કોન્સ્ટેબલનો પુત્ર જ વ્યાજખોર નીકળ્યો

0
2168

જામનગરમાં પોલીસ પુત્રની જ વ્યાજખોરી સામે આવી છે. સીટી સી ડિવિઝન પોલીસ પોલીસ દફતરમાં હેડ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ જવાનના પુત્ર અને તેના ભાગીદારે ડુંગળીની લારી કાઢતા એક આસામીને ₹10,000 ની રકમ 10 ટકાના લેખે વ્યાજ આપી, સિક્યુરિટી પેટે રાખેલ સહી વાળો ચેક પડાવી લઈ, માર મારી વધુ વ્યાજ વસૂલવા મારવાની ધમકી આપી હોવાની સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.

જામનગરમાં વ્યાજખોરેની વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ વખતે ખુદ પોલીસ સ્ટાફના જવાનનો  પુત્ર હોવાની વિગતો સામે આવી છે. શહેરના લીંડી બજારમાં રહેતા અને ડુંગળીની લારી કાઢી ધંધો કરતા અબ્દુલભાઈ સમાએ દોઢેક વર્ષ પૂર્વે દિપક ટોકીઝ ની અંદર બજરંગ ફાઇનાન્સ નામની ઓફિસ ધરાવતા પ્રોપરાઇટર સંજયસિંહ સરદારસિંહ ચુડાસમા અને સીટી સી ડિવિજનમાં કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ જાડેજાના પુત્ર પ્રિયરાજસિંહ પાસેથી રૂપિયા દસ હજારની રકમ  10% લેખે વ્યાજે વ્યાજે લીધી હતી. બંને સક્ષોએ મૂડી વ્યાજે આપતા પૂર્વે સિક્યુરિટી પેટે હાસમભાઇ પાસેથી સહી કરેલો ચેક લખાવી લીધો હતો. દરમિયાન રૂપિયા ૧૨ હજાર જેટલું વ્યાજ ચૂકવી આપવા છતાં પણ આરોપીઓએ  મારામારી કરી, વધુ માર મારવાની ધમકી આપી તેમજ સિક્યુરિટી પેટે આપેલ ચેક પરત નહીં કરી ધાક ધમકીઓ આપી હતી.

આઈજી અશોકકુમાર યાદવએ વ્યાજખોરો સામેની ઝુંબેશ અંતર્ગત લોક દરબાર કરતા હાસમ ભાઈએ નગરજનોની સામે પોલીસ સમક્ષ આ ફરિયાદ કર્યા બાદ પોલીસે ફરિયાદ નોંધણી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here