જામનગર શહેરમાં રાજનગર વિસ્તારમાં રહેતા રહેતા એક આસામીના હાથ ઉછીતા ૧૫ લાખ રૂપિયા લઇ પ્લાસ્ટિકના વેપારીએ ગામ છોડી દેતા તેની સામે છેતરપીંડી સબંધિત ફરિયાદ નોંધાઈ છે. આસામીએ ૨૩ લાખ ઉપરાંતની રકમ વેપારીને આપી હતી પરંતુ અન્ય રકમ તો વેપારીએ પરત ચૂકવી આપી હતી પરંતુ ૧૫ લાખ ન ચુકવવા પડે તે માટે ગામ છોડી ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં રાજનગર શેરી નં-૪ “શીવલહેરી” ખોડીયાર માતાના મંદિર સામે ગલીમાં, શ્યામ ટેનામેન્ટ ની બાજુમાં, ખોડીયાર કોલોનીમાં રહેતા રવિભાઇ જયેશભાઇ ફલીયા નામના આસામી પાસેથી વર્ષ ૨૦૨૨માં અબ્બાસભાઇ શબીરભાઇ ચિકાણી વોરા નામના આસામી એક્રેલીક ના ધંધામાં હાથ ઉછીના રૂપીયા માંગયા હતા. જેને લઈને રવિભાઈએ અબ્ફબાસભાઈને બેંક ના ચેક થ્રૃ રૂ.૨૩ ,૦૦,૦૦૦ સમયાંતરે આપ્યા હતા. જો કે આ રમક માંથી આઠ લાખની રકમ તો અબાસ ભાઈએ પરત કરી હતી. પરંતુ કોઈ પણ કારનો સબબ રૂપીયા પરત આપવા ન પડે તે માટે પ્લાસ્ટીકનો વાડો બંધ કરી દીધો હતો અને પોતે ગામ મુકી ને નાશી જઈ, મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. લાંબો સમય થઈ જતા રવિભાઈના ધંધાકીય વ્યવહાર ના રૂપીયા પરત ન આપી અબ્કુબાસભાઈ એ રૂપિયા ૧૫ લાખની છેત્લરીપીડી આચરી હતી. આ બનાવ અંગે રવિભાઈએ સીટી એ ડીવીજન પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.