જામનગર : ૧.૬૨ લાખમાં મગફળી અને ૫૧ હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર

0
596

જામનગર : જામનગર જિલ્લાની ધોરી નસ કહી શકાય એવા કૃષિ એકમ અને કૃષ્કો ખુશખુશાલ છે. પ્રથમ વરસાદ સારો થતા જ મોટાભાગના ખેતી લાયક વિસ્તારમાં ખરીફ વાવેતર થઇ ગયું છે. આ મોટાભાગના વાવેતર પર બીજી વખત વરસાદ થયો છે. જેને લઈને ખરીફ પાકનું ચિત્ર હાલ હરિયાળું થયું છે.

આ વખતે ૧૫ દિવસ પૂર્વે જ સતાવાર રીતે ચોમાસું બેસી જતા ૧૫ જુન પૂર્વે જ જીલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં વાવણી લાયક વરસાદ થયો છે. ત્યારબાદ છેલ્લા પખવાડીયામાં જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા જીલ્લાના મોટાભાગના વાવણી થઇ ચુકી છે. ગત વર્ષની આ વખતે પણ ખેડૂતોનો જોક મગફળી પર રહ્યો છે એમ ખેતીવાડી શાખામાં નોંધાયેલ આકડા પરથી સ્પષ્ટ થાય છે.

જીલ્લા ખેતીવાડી શાખાના ૨૬ જુન સુધીના આકડા મુજબ, જીલ્લામાં કુલ વાવણી લાયક ૩,૬૧,૫૩૩ હેક્ટર જમીન પૈકી ૧,૬૨,૮૫૭ હેક્ટરમાં મગફળી તેમજ ૨૦૫ હેક્ટરમાં તલ, ૫૧૪૪૬ હેક્ટરમાં કપાસ, ૧૧૫૦ હેક્ટરમાં શાકભાજી, ૫૨૭૧ હેક્ટરમાં ઘાસચારો અને ૨૮૦ હેક્ટરમાં મગ તેમજ ૧૩૭ હેક્ટરમાં અડદનું વાવેતર થયું છે. જો કે ૨૬મી જુન બાદ જીલ્લામાં સાર્વત્રીક વરસાદ થઇ જતા જીલ્લાની મોટાભાગની વાવેતર લાયક જમીનમાં વાવેતર થઇ ગયું છે. હાલ ઉગીને ઉભા થયેલ મોલ એકદમ સુઘડ છે અને હાલ તો કોઈ રોગચાળો નથી. આગામી સમયમાં વરસાદની પ્રયાપ્તતા અને અનુકુળ હવામાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here