જામનગરમાં ઓસવાળ કોલોનીમાં રહેતી એક પરણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. વખત પાછળનું કારણ એવું છે કે ફોન પર અજાણી વ્યક્તિ સાથે વાત કરતી પત્નીને પતિએ વાત કરવાની ના પાડી હતી. જેને લઈને તેણીએ આ પગલું ભર્યું હોવાનું જાહેર થયું છે.

જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ બન્યો છે. જેની વિગત, શહેરના ઓશવાળ કોલોની 4માં શેરી નંબર ત્રણમાં રહેતા અને મેડીકલમાં નોકરી કરતા સંદીપ દિલીપભાઈ મેઢીયા ભાનુશાળીની પત્ની સુનિતાબેનએ ઘરે એકલા હતા ત્યારે પોતાના દુપટ્ટા વડે રૂમમાં આવેલ લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે મૃતકના પતિએ સીટી સી ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી. જેને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી હતી. આ બનાવ અંગે મૃતકના પતિએ પોલોસમાં નિવેદન નોંધાવ્યું હતું. જેમા મૃતક પત્ની બે ત્રણ દિવસ અગાઉ ફોનમાં અજાણી વ્યક્તિ સાથે વાત કરતી હતી ત્યારે પતિએ પત્નીને વાત કરવાની ના પાડી હટી. આ બાબતનું મરણ જનારને મનમાં લાગી આવતા ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો હોવાનું જાહેર થયું છે.