જામનગર: વિદાય લેતા મેઘરાજાએ પાંચ તાલુકામાં ફરી પગરવ કર્યા, ક્યા કેટલો વરસાદ પડ્યો?

0
350

જામનગર જીલ્લામાં મેઘરાજાએ વિદાય લેતા લેતા વધુ એક વખત નજર કરી છે. ગઈ કાલે રાત્રે વાતાવરણમાં થયેલ એકાએક પરીવર્તન બાદ જીલ્લાના તમામ તાલુકાના અમુક ગામડાઓમાં અડધાથી માંડી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ખરીફ મગફળીમાં વાઢ પડવાનો સમય પાકી ગયો છે ત્યાં વરસાદ વરસતા ખેડૂતોએ હવે એક સપ્તાહ સુધી વિલંબ કરવો પડશે.  હજુ પણ આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જામનગર જીલ્લામાં ગઈ કાલે રાત્રે એકાએક વાતાવરણ પલટાયું હતું અને પૂર્વ દિશાએથી પવન ગાજવીજ સાથે વરસાદ શરુ થયો હતો. જેમાં જામનગર તાલુકાના વસઈ 8 મીમી , લાખાબાવળ 5 મીમી , મોટી બાણુંગાર 7 મીમી, જામ વંથલી 10 મીમી, મોટી ભલસાણ 4 મીમી , દરેડ 2 મીમી વરસાદ પડ્યો છે. જોડિયા તાલુકાના હડિયાણા 3 મીમી વરસાદ પડ્યો હોવાના આકડાઓ સામે આવ્યા છે. ધ્રોલ તાલુકાના લતીપર 10 મીમી, જાલીયા દેવાણી 7 મીમી, લૈયારા 12 મીમી વરસાદ વરસ્યો છે. કાલાવડ તાલુકાના નિકાવા 8 મીમી, ખરેડી 10 મીમી, મોટા વડાલા 6 મીમી, ભલસાણ બેરાજા ૧૫ મીમી, નવાગામ 44 મીમી, મોટા પાંચ દેવડા ૩૨ મીમી વરસાદ પડ્યો છે. જામજોધપુર તાલુકાના સમાણા 9 મીમી, શેઠ વડાલા ૧૫ મીમી, જામવાડી 9 મીમી, વાંસજાલીયા 6 મીમી, ધુનડા 10 મીમી, ધ્રાફા 10 મીમી, પરડવા 10 મીમી વરસાદ પડ્યો છે. જયારે લાલપુર તાલુકાના પીપરટોળા 4 મીમી અને હરિપર ૧૫  મીમી વરસાદ પડ્યો છે.

જયારે તાલુકા મથકોની વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં પંચ મીમી, જોડિયા તાલુકા મથકે 13 મીમી, ધ્રોલ તાલુકા મથકે ૧૧ મીમી અને કાલાવડ તાલુકા મથકે 6 મીમી, લાલપુર તાલુકા મથકે 3 અને જામજોધપુર તાલુકા મથક 6 મીમી વરસાદ નોંધાયો છે. જીલ્લાનો સૌથી વધુ વરસાદ ૧૪૮૭ મીમી પણ જામજોધપુર તાલુકા મથકે નોંધાયો છે. જયારે મોસમનો સૌથી ઓછો વરસાદ ધ્રોલ તાલુકા મથકે ૭૭૩ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here