જામનગર: ભત્રીજાના પ્રેમ સંબંધમાં કાકાની કરપીણ હત્યા

0
944

જામનગર નજીકના હર્ષદપુર ગામે સોમવારે સાંજે આઠ શખ્સોએ કાકા ભત્રીજા પર હુમલો કરી, ભત્રીજાની નજર સામે જ કાકાની હત્યા નિજજાવી નાસી જતા સનસનાટી મચી જવા પામી છે. એક આરોપીની દીકરી સાથે મૃતકના ભત્રીજાના પ્રેમ સંબંધના મનદુઃખને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગરથી 14 કિમિ દૂર આવેલ હર્ષદપુર ગામમાં ગઈ કાલે મોડી સાંજે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં જામનગર તાલુકાના કોંઝા ગામના દશરથસિંહ નવલસિંહ ભટ્ટી ઉ.વ-૨૨ સાંજે સાડા છએક વાગ્યે હર્ષદપુર ગામના પેટ્રોલપંપએ હાજર હોય એ વખતે આરોપી ધાર્મિક તથા તેનો મિત્ર તથા ધાર્મિકના કાકા મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો તથા ધાર્મિકની દાદી આવી પહોંચ્યા હતાફ અને દશરથસિંહને આંતરી લઈ માર મારી જતા રહ્યા હતા.

જેથી દશરથસિંહને બીક લાગતા તેઓએ તેના કાકા શીવુભાને ફોન કરી હર્ષદપુર પેટ્રોલપંપએ બોલાવી લીધા હતા. દરમ્યાન થોડીવારમા પ્રકાશસિંહ ભુપતસિંહ કેશુર, વિક્રમસિંહ ભુપતસિંહ કેશુર, મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો ભુપતસિંહ કેશુર, સંજયસિંહ ભુપસિંહ કેશુર, ધાર્મિક પ્રકાશસિંહ કેશુર, ધાર્મિકાના દાદી, મમલો ગોંવીદભાઈ કોળી રહે બધા નાધુના ગામ તા.જી.જામનગર તથા રવિ સોલંકી રહે. ચેલા ગામ તા.જી.જામનગર તથા બે અજાણ્યા માણસ સહિતના દશ આરોપીઓ ગેરકાયદેસર મંડળી રચી, હાથમા પ્રાણધાત હથિયાર ધારણ કરી, ત્રણ મોટરસાઈકલ તથા એક સફેદ કલરની અલ્ટો કારમા આવી, દશરથસિંહ પર તમામએ મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી, આરોપી ધાર્મિક તથા મમલા કોળીએ છરીઓ કાઢી હુમલો કરતા તેઓ બચીને ભાગયા હતા, ત્યારે જ આરોપી રવી સોંલકીએ લાકડાનો ધોકો હાથ ઉપર મારી ઈજાઓ પહોંચાડી હતી. તે દરમ્યાન દશરથસિંહ ખેતરમાથી હર્ષદપુર ગામ તરફ જતા રોડ તરફ ભાગ્યા હતા. જ્યાં તેઓના કાકા શીવુભા આવતા તેઓને તમામ આરોપીઓએ રોડ ઉપર આંતરી લઈ, આરોપી પ્રકાશસિંહ તથા મહેન્દ્રસિંહ તથા સંજયસિંહએ પકડી રાખી, આરોપી વિક્રમના તથા ધાર્મિકએ છરી વડે આડેધડ ઘા મારી, ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે આરોપી મમલો કોળી તથા અજાણ્યા બે આરોપીઓએ ઢીકા પાટુથી તથા આરોપી રવિ સોલંકીએ ધોકા વડે માર મારી મરણજનાર શીવુભા જીવણસંગ ભટ્ટી ઉવ.૫૦ વાળાને શરીરે ગંભીર ઈજાઓ કરી મોત નીપજાવી હતી. આ બનાવની જાણ થતાં જ પંચકોશી બી ડિવિઝન પોલીસ દફ્તરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકને જામનગર ખસેડી, તમામ આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૦૨,૩૦૭,૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૨)૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધી સગળ મેળવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here