દેવભૂમિ દ્વારકા જીલ્લાના બેહ ગામે યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં જાહેરમાં ફાયરિગ કરતો વિડીઓ વાયરલ થયા બાદ પોલીસે જે તે સખ્સ અને તેને હથિયાર આપનાર તેના જ કાકા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક લગ્ન પ્રસંગમાં વાડી વિસ્તારમાં આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. વિડીઓ વાયરલ થયા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના બેહ ગામે સીમ વિસ્તારમાં આવેલ સાગર કુભાભાઇ મધુડાની વાડીયે યોજાયેલ લગ્ન પ્રસંગમાં સાગર કુભાભાઇ મધુડા અને અરજણભાઈ કાનાભાઈ મધુડા રે-સાલાયા નાકા ખંભાળીયા વાળાઓએ હથિયાર ધારાઓનો ભંગ કરતા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે બંને સામે આર્મ્સ એકટ કલમ.૨૫(૯),૨૯(બી), ૩૦ તથા GP Act. કલમ.૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધી હતી. જેમાં આરોપી સાગર કુભાભાઇ મધુડાએ પોતાના કાકા અરજણભાઇના પાક રક્ષણ પરવાના વાળા ડબલ બેરલ હથિયાર(અગ્નિશસ્ત્ર) પરવાના વડે પોતે જાહેરમાં હવામાં ફાઇરીંગ કરી તથા આરોપી અરજણભાઇ કાનાભાઇ મધુડાએ આરોપી સાગરને હથિયાર પરવાનો ધરાવતા ન હોય તેમ છતા તેઓએ પોતાના પાકરક્ષણ પરવાના વાળુ ડબલ બેરલ હથિયાર(અગ્નિશસ્ત્ર) તેમને ચલાવવા આપયુ હતું.

આરોપી સાગરે હરજુગભાઇ કરમણભાઇ મધુડાના પુત્રના લગ્ન પ્રસંગમાં જાહેરમાં હવામા એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ બનાવનો વિડીઓ વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી અને બંને સામે ફરિયાદ નોંધી છે. પીએસઆઈ કે.કેન.ઠાકરીયા સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.