જામનગર : રાજ્યમંત્રી અને બે ધારાસભ્યોને કોર્ટની રાહત, બાર વર્ષે કેસ પરત ખેચાયો, આવો હતો કેસ

0
939

જામનગર : વર્ષ ૨૦૦૮માં લાલપુર તાલુકાના મેઘપર પોલીસ દફતરમાં હાલના રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ખંભાલીયાના ધારાસભ્ય વિક્રમ માડમ અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ સહિતનાઓ સામે નોંધાયેલ કેસ આજે પરત ખેચી લેવામાં આવતા રાજ્ય મંત્રી સહિતનાઓને રાહત મળી છે.

વર્ષ ૨૦૦૮માં લાલપુર તાલુકાના મેઘપર પોલીસ દફતરમાં આઈપીસી કલમ ૧૪૩ અને ૩૪૧ સહિતની ધારાઓ મુજબ ગુનો દાખલ થયો હતો. દરમિયાન કેસ ચાલવાની અંત્યત ધીમી કાર્યવાહીના અનુસધાને સુપ્રીમ કોર્ટે ટકોર કરી એમએલએ અને એમપી સામેના ક્રિમીનલ કેસ દરરોજ ચલાવવા ભાર મુક્યો હતો. જેને લઈને રાજ્યભરની જુદી જુદી અદાલતોએ રાજ્યભરના સાંસદ અને ધારાસભ્ય સામેના ગુનાઓ દરરોજ ચલાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના મેઘપર પોલીસ દફતરમાં નોંધાયેલ ઉપરોક્ત કેસ પણ ચલાવવા તજવીજ કરાઈ હતી. આ કેસ સંદર્ભે સરકારી વકિલ વનરાજસિંહ સોઢાએ કેસ પરત ખેચી લેવાની અરજી કરી હતી. આ અરજી આજે કોર્ટે મંજુર કરી હતી. જેને લઈને જે તે વખતે કોંગ્રેસમાં રહી આંદોલન કરનાર વર્તમાન રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ સહિતનાઓને રાહત થઇ છે. આ કેસમાં કુલ વીસ આરોપીઓએ હતા જેં બે આરોપીઓના નિધન થઇ ચુક્યા છે. જયારે એક આરોપી બીમાર હોવાથી આજે હાજર રહી શક્યો ન હતો. કેસ પરત તમામ નેતાઓને રાહત થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here