હિરાસત : કુખ્યાત જયેશના આ પાંચ સાગરીતોના બાર અને ત્રણ સાગરીતો નવ દિવસના રિમાન્ડ

0
838

જામનગર : જામનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશન જયેશ પટેલમાં પોલીસે ગઈ કાલે તેના આઠ વાઈટ કોલર સાગરીતોને પકડી પાડ્યા બાદ આજે કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં પાંચ આરોપીઓ સામે ૨૦ દિવસ અને અન્ય ત્રણ આરોપીઓ સામે દસ-દસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેને લઈને કોર્ટે પાંચ આરોપીઓને બાર અને ત્રણ આરોપીઓના નવ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

ઓપરેશન જયેશ પટેલ હાથ ધરતા પૂર્વે પોલીસનો એક્શન પ્લાન ત્રણ તબ્બકાનો હોવાનું સામે આવ્યું છે. જયેશ પટેલના નેટવર્કને ખતમ કરવા માટે પોલીસે સૌ પ્રથમ જયેશના ઇસારે જે સાગરીતો વારદાતને અંજામ આપતા હતા તેઓને ઉઠાવવાનું કામ પ્રથમ ફેસમાં પાર પાડ્યું, આ ફેસમાં જયેશની ગેંગના આઠ સભ્યોને ઉઠાવી લેવામાં આવ્યા છે. આ ફેસની કામગીરી પૂર્ણ થયા બાદ બીજા તબક્કાની અમલવારી કરવામાં આવી હતી. જેમાં જયેશ પટેલને પરોક્ષ રીતે મદદગારી કરનાર સખ્સોને ઉઠાવી લેવામાં આવ્યા હતા. આ એવા સખ્સો જે વાઈટકોલર છે જેમાના મોટાભાગના સખ્સો સામેં આજ દિવસ સુધી એક પણ ગુનો દાખલ થયો નથી. આ એવા સખ્સો છે જે સોસાયટીમાં રહી પરોક્ષ રીતે જયેશના નેટવર્ક ચલાવવામાં મદદ કરતા હતા. ગઈ કાલે પોલીસે ભાજપના નગરસેવક અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વસરામ મિયાત્રા, બિલ્ડર નીલેશ ટોલિયા, પ્રવીણ ચોવટિયા અને અનીલ પરમારને તા. ૨૯મી સુધી એટલે કે ૧૨ દિવસ સુધીના રિમાન્ડ અને અન્ય  પ્રફુલ પોપટ, મુકેશ અભંગી, જીગર ઉર્ફે જીમ્મી આડતિયાના તા. ૨૬મી સુધીના નવ દીવસના રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ સ્ફોટક વિગતો અને મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here