જામનગર : જામનગર નજીકના વિભાપર ગામે ગઈ કાલે રાત્રે પોલીસ અને અમુક ગ્રામજનો સામ સામે આવી જતા પોલીસને ભાગવું ભારે પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. એક પોલીસકર્મીએ દારૂ પિતા સખ્સોના ફોટા પાડ્યા બાદ ઉસ્કેરાઈ ગયેલ આ ત્રણ તથા બાઈક પર આવી ચડેલ અન્ય ત્રણ સખ્સોએ મંદિરમાં આશરો લીધેલ પોલીસકર્મીઓ પર માર મારવાના ઈરાદે મંદિરમાં હલ્લાબોલ કરતા વાતાવરણમાં તંગદિલી પ્રસરી ગઈ હતી. આ બનાવની જાણ થતા જ એલસીબી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોચ્યો હતો અને હલ્લાબોલ કરનાર સખ્સો વિખેરાઈ ગયા હતા. પોલીસે એક ડઝન ઉપરાંત સ્ત્રી પુરુષ સખ્સો સામે ફરિયાદ નોંધી છે. આ બનાવના પગલે રાત્રે ટોળા એકત્ર થઇ ગયા હતા.
જામનગર નજીક વિભાપર ગામે શનિવારે રાત્રે બેડી મરીન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે પટેલ સમાજ તરફ જતા રોડ પર ત્રણ સખ્સો દારૂ પિતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને લઈને પોલીસે કાયદાકીય કાર્યવાહી કરતા તરફ તજવીજ શરુ કરી હતી. પોલીસકર્મી સંજયસિંહ ખુમાનસિંહ રાઠોડએ દારૂ પી રહેલ આરોપી મુકેશ મેઘજી મકવાણા તથા કાંતી મોહન મકવાણા તથા એક અજાણ્યા સખ્સની પૂછપરછ કરી ફોટા પાડયા હતા. જેને લઈને આરોપીઓને સારું ન લાગતા કાન્તી મોહનભાઇ મકવાણાએ પોલીસકર્મી સંજયસિંહને ધક્કો દઇ પછાડી દઇ, નીચેથી પથ્થર ઉપાડી, ઉગામી અન્ય માણસો તથા આરોપી દિપો તથા તથા મનિષ અને સંદિપ નામના સખ્સો મોટરસાયકલ લઈ આવી ચડ્યા હતા અને ગેરકાયદેસર મંડળી રચી, એક સંપ કરી પોલીસકર્મી પર હુમલો કરી માર મારી પછાડી દીધો હતો. છ સખ્સોએ માર મારી મારી નાખવાની ધમકી આપતા પોલીસકર્મીએ બાજુમાં આવેલ મંદિરનો આસરો લીધો હતો. દરમિયાન હા હો થઇ જતા
આરોપીઓ તરફે મદદ માટે નારદ મુળજી મકવાણા, પ્રકાશ મુળજી મકવાણા, મનસુખ દાનાભાઇ મકવાણા, જયસુખ દાનાભાઇ મકવાણા અને ૨૫ થી ૩૦ વર્ષનો એક લાંબી દાઢી વાળો સખ્સ તેમજ અન્ય સ્ત્રી-પુરુષોનું ટોળું આવી ચડ્યું હતું. દરમિયાન મંદિરમાં ચાલ્યા ગયેલ પોલીસ કર્મીને માર મારવાના ઈરાદે ઘોકા તથા પત્થરો સાથે મંદિરના ફળિયામાં ઘસી આવ્યા હતા. જેમાં ટોળાની દાનત પામી ગયેલ પોલીસકર્મી મંદિરના પુજારીના ઘરમાં ચાલ્યા ગયા હતા. જ્યાં આરોપીઓએ ફળીયામાંથી છુટા પથ્થરોના ઘા કરી તેમજ બારણામા તથા બારીમા ઘોકા તથા પત્થરોના ઘા મારી હલ્લાબોલ કરી ખૌફ ઉભો કર્યો હતો. આ બનાવની જાણ થતા બેડી મરીન પોલીસનો સ્ટાફ અને એલસીબીનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોચી ગયો હતો. પોલીસના ધાડા ઉતરી પડતા આરોપીઓએ વિખેરાઈ ગયા હતા. દરમિયાન પોલીસે સંજયસિંહ સહીતન પોલીસકર્મીઓને મંદિર માંથી બહાર લઇ આવી પરત પોલીસ દફતર પહોચાડ્યા હતા. આ બનાવ અંગે સંજયસિંહે તમામ સખ્સો સામે આઈપીસી કલમ ૩૨૩,૩૩૭,૫૦૪,૫૦૬(૨),૧૪૭,૧૪૮,૪૫૨,૧૮૬,તથા જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓએ ફરજમાં રુકાવટ કરી, માર મારી, બીભત્સ વાણીવિલાસ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ પોલીસકર્મીઓની કાયદેસરની સરકારી ફરજમા રુકાવટ કરી હોવાનો આરોપ લગાવાયો છે. પોલીસે નાશી ગયેલ આરોપીઓની શોધખોળ કરવા તજવીજ શરુ કરી છે.