જામનગર : એલએલબી અભ્યાસુ મહિલા પર સહપાઠી અને અન્ય સખ્સે નિર્લજ હુમલો કર્યો, કેમ ? જાણો

0
916

જામનગર : જામનગરમાં પંચવટી ભગવતી એપાર્ટમેન્ટ પાર્કીગમા ગઈ કાલે શાકભાજી લઇ પોતાના ફ્લેટ તરફ જતી એક પરિણીતા પર અગાઉ તેની સાથે અભ્યાસ કરતા એક સખ્સે બીભત્સ વાણી વિલાસ આચરી અન્ય સખ્સે નિર્લજ હુમલો કરી માર મારી તેમજ તેણીના દિયર અને સાસુને પણ મુંઢ માર માર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.

જામનગરમાં ગઈ કાલે પંચવટી વિસ્તારમાં ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતા અને બીએલએલબી સુધીનો અભ્યાસ કરનાર રાઘાબેન જીતેન્દ્રભાઇ મનસુખલાલ વિઠ્ઠલાણી ઉ.વ.૩૩ ગઈ કાલે શાકભાજી લઇ પોતાના દસ નમ્બરના ફ્લેટ તરફ જતા હતા ત્યારે પાર્કિંગમાં માંતગ અને યોગરાજસિંહ ચુડાસમા નામના બે સખ્સો એપાર્ટમેન્ટ ના પાર્કીગમાં આકાશભાઇ વેદને જાહેરમા ગાળો આપી તેની સાથે બોલાચાલી ઝઘડૉ કરતા હતા. જે અંગે રાધાબેને તેઓને અહી અસભ્ય વર્તન ન કરવા જણાવતા બન્ને જણાએ તેણીને ગાળો આપી યોગરાજસિંહ ચુડાસમાએ અંબોડો પકડી બે ઝાપટ મારી, નિર્લજ હુમલો કર્યો હતો જેને લઈને ગભરાઈ ગયેલ રાધાબેન ત્યાથી ભાગી તેના દિયર તથા સાસુને બોલાવી લાવી હતી. દરમિયાન આ બન્ને સખ્સોએ સાસુ અને દિયર સાથે પણ હાથાફાઈ કરી માર મારી, દિયરને જમણા હાથમા પોચા ઉપર ઇજા તથા તેના સાસુ ને શરીરે મુઢ ઇજા પહોચાડી હતી. દરમિયાન તેણીએ પોલીસને ફોન કરી જાણ કરી હતી જેને લઈને બંને સખ્સો નાશી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે બંને સખ્સો સામે આઈપીસી કલમ ૩૫૪,૩૫૪(બી),૫૦૪,૩૨૩,૧૧૪.૨૯૪(ખ) મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા રાધાબેન સાથે આરોપી માતંગ અભ્યાસ કરતો હોવાનું પણ સામે પોલીસમાં જાહેર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here