જામનગર : લાખોટા લેકના મ્યુજીયમ પર વીજળી ખાબકી, લાખોનું નુકશાન

0
2485

જામનગર અપડેટ્સ : જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ભારે વરસાદના કારણે કાલાવડથી જામનગર વચ્ચેના ગ્રામ્ય વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ હતી. જેમાં સાત માનવ મૃત્યુનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ આ તબાહી વચ્ચે વીજળી વેરણ બનતા જામનગરની મધ્યમાં આવેલ લાખોટા લેકના મ્યુજીયમ પર વીજળી ખાબકી છે. જેને લઈને મ્યુજીયમમાં લાખો રૂપિયાની નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

જામનગર જીલ્લામાં પખવાડિયા પૂર્વે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હતા ત્યાં આજે લોકો મેઘરાજાને ખમૈયા કરવા વિનવણી  કરી રહ્યા છે. સપ્તાહ પૂર્વે કાલાવડ અને જામનગર વચ્ચેના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે વ્યાપક નુકશાની થવા પામી હતી. જેનો સર્વે હજુ સુધી ચાલી રહ્યો છે ત્યારે શનિવારે આકાશી વીજળી ફરી વખત વેરણ બની છે. જામનગરની સાન સમા લાખોટા મ્યુજીયમ પર વીજળી ખાબકી હતી. આ ઘટનાંને પગલે ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી હતી. અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વીજળી પડવાથી લાખોટા મ્યુજીયમમાં લાખો રૂપિયાની નુકસાની પહોચી હોવાનું જાણવા મળ્યું છે. ચોક્કસ સર્વે બાદ નુકશાનીનો આંક સામે આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here