લાલપુર પુર દુર્ઘટના: વૃદ્ધા લપસી જતા યુવાને બચાવવા હાથ લંબાવ્યો પણ…..

0
1711

જામનગર : જામનગર જીલ્લામાં ચોમાસું બેસે તે પૂર્વે જ મેઘરાજા ત્રણ તાલુકાઓમાં મહેર કરી છે. ગઈ કાલ  સુધી પડેલ વરસાદ મહેરરૂપ હતો પરંતુ આજે લાલપુ નજીક એક દુર્ઘટના ઘટી હતી. લાલપુર પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં અનેક નદી-નાળા બેકાઠે આવ્યા હતા. દરમિયાન નાના ખડબા ગામ નજીક બે કાઠે થયેલ કોઝ બે પરથી પસાર થતી ત્રણ વ્યક્તિ સાથેની જીજે ૧૧ એએસ ૯૮૬૭ નંબરની એક કાર ઘસમસતા પૂરમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાં સમયે પોતાની કાર લઇ પસાર થતા પીન્ટુભા જાડેજાએ પોતાની કાર થંભાવી બચાવ કાર્યમાં જંપલાવ્યું હતું. જોકે પીન્ટુભા પહોચે તે પૂર્વે એક એક ટ્રેક્ટર ચાલક ત્યાં પહોચી ગયા હતા અને બંનેએ તાત્કાલિક ત્રણેયને પાણી માંથી બહાર કાઢવા તૈયારી કરી ત્યાં જ પણ કારમાંથી નીચે ઉતરેલ પરિવારના વૃધ્ધાનો પગ લપસતા તે પુર નીચે પાણીમાં ગરદ થયા હતા. જેને લઈને આશરે ૩૦ વર્ષીય કાર ચાલક યુવાન તેણીને બચાવવા પાણીમાં પડ્યો હતો. દરમિયાન એકલી પડેલ યુવતી કઈ આગળ કરે તે પૂર્વે જ પીન્ટુભા અને ટ્રેક્ટર ચાલકે યુવતીને બચાવી લીધી હતી. દરમિયાન પોલીસ અને સ્થાનિક પ્રસાસનને જાણ કરવામાં આવી હતી. જેને લઈને તાલુકા મામલતદારની ટીમ અને પોલીસે સ્થળ પર પહોચી સ્થાનિકોની મદદથી શોધખોળ હાથ ધરી છે. જે હતભાગીઓ છે તે જામજોધપુર પંથકના વનાણા ગામનો પરિવારના હોવાનું જાણવા મળ્યું છે, હાલ આ પરિવાર માણાવદર રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. બપોરે એકાદ વાગ્યે ઘટેલી આ ઘટનાના પાંચ કલાક બાદ પણ વૃદ્ધ મહિલાનો મૃતદેહ સાંપડ્યો ન હતો જયારે યુવાનનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here