જામનગર: ૫૦ રૂપિયામાં ડ્રાઈવિંગ શીખવતી ITIની શાળા 7 વર્ષમાં જ બંધ,કેમ ?

0
31

ડ્રાઈવિંગ સ્કુલની વાત આવે એટલે હંમેશા ખાનગી જ સ્કુલની કાર મનસપટલમાં આવી જ જાય. આજે સરકારી ડ્રાઈવિંગ સ્કુલની વાત કરવી છે. સરકારી તંત્રનું નામ આવતા જ ડ્રાઈવિંગ સ્કુલની હાલત પણ માનસ પટલ પર આવ્યા વિના રહે જ નહી. જે તમે વિચાર્યું છે એવી જ છે આવી ડ્રાઈવિંગ સ્કુલ. વાત છે જામનગરની આઈટીઆઈમાં શરુ થયેલ મોટર ડ્રાઈવિંગ સ્કુલની, આ ડ્રાઈવિંગ સ્કુલ છેલ્લા આઠ વર્ષથી બંધ છે.

જામનગર આઈટીઆઈ દ્વારા વર્ષ ૨૦૦૭માં ફોર વિલ ડ્રાઈવિંગ સ્કુલ શાળા શરુ કરવામાં આવી હતી. સાત વર્ષ સુધી અહી દર માસએ  ૩૦ તાલીમાર્થીઓની બેંચ તૈયાર કરવામાં આવતી હતી. માત્ર રૂપિયા ૫૦ની ફી સાથે આ ત્રીસ તાલીમાર્થીઓને ડ્રાઈવિંગ ઉપરાંત ટ્રાફિક નિયમો અંગે પણ સમજ આપવામાં આવતી હતી. ૧૫ વર્ષ પૂર્વે માત્ર ૫૦ રૂપિયાની મામુલી ફી થી શરુ થયેલ આ સ્કુલ હાલ બંધ છે. વર્ષ ૨૦૧૨/૧૩પછી બજારમાં નવી આવતી કારમાં પાવર સ્ટીયરીંગ આવી જતા તાલીમાર્થીઓની સંખ્યામાં ઓટ આવતી ગઈ.

વર્ષ ૨૦૧૪થી તાલીમ બંધ કરી દેવામાં આવી, વર્ષ ૨૦૧૪થી બંધ કરી દેવામાં આવેલ સેવા હજુ પણ બંધ છે. વચ્ચે સેવા તાલીમ ચાલુ કરવાની વિચારણા કરવામાં આવી પરંતુ કોવીડ કાળ આવી જતા સેવા ચાલુ કરવામાં આવી ન હતી. જામનગર આઈટીઆઈના પ્રિન્સિપલ એમ એમ બોચિયાએ ઉપરોક્ત વિગતો આપી જણાવ્યું હતું કે હાલ સરકારમાં અરજી કરી નવી કાર ફાળવવાની માંગણી કરી છે. જ્યારે નવી કાર ફાળવવામાં આવશે ત્યારે ફરી ડ્રાઈવિંગ કાર્ય શરુ કરવામાં આવશે એમ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here