જામનગર : બપોરે બે વાગ્યા સુધીમાં આ તાલુકાઓમાં પડ્યો વરસાદ

0
660

જામનગર : જામનગર જીલ્લાના ગ્રામ્ય પંથકમાં બપોર બે વાગ્યા સુધીમાં બે તાલુકાના મથકો પર પોણાથી એક ઇંચ વરસાદ પડી ગયો છે. બીજી તરફ ચાલુ સીજન દરમિયાન જીલ્લામાં ૬૦ થી ૧૪૮ ટકા વરસાદ પડી ગયો છે.

આ વર્ષે ચોમાસાની સીજન વહેલી શરુ થઇ જતા અને સચરાચર વરસાદ પડી જતા ચોતરફ હરિયાળી હરિયાળી ફેલાઈ ગઈ છે. દરરોજ જીલ્લાના કોઈને કોઈ તાલુકામાં વરસાદ વરસતો જ રહે છે. આજે સવારથી જામજોધપુર અને જોડિયા તાલુકા પંથકમાં પોણા ઈંચથી એક ઇંચ વરસાદ નોંધાયો છે. જો  કે બંને તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક થી બે ઇંચ વરસાદ વરસી ગયો છે જે કાચા સોના સમો છે.

બપોરે બે વાગ્યા સુધીમાં મોસમના કુલ વરસાદની વાત કરવામાં આવે તો જીલ્લાના છ તાલુકાઓમાં ૬૦ થી ૧૪૮ ટકા વરસાદ પડ્યો છે જેમાં જામનગરમાં ૭૦ ટકા, કાલાવડમાં ૧૪૮ ટકા, ધ્રોલમાં ૧૦૦ ટકા, જોડિયામાં ૬૦ ટકા, લાલપુરમાં ૯૯ ટકા અને જામજોધપુરમાં ૧૨૫ ટકા વરસાદ વરસી ગયો છે. સાર્વત્રિક વરસાદના પગલે હાલ જીલ્લામાં મગફળી અને કપાસ સહિતના ખરીફ પાકનું ચિત્ર વધુ હરિયાળું બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here