જામનગર : કામ વગર બાકડા કે બાઈક પર બેસ્યા તો ખેર નથી- એસપી

0
867

જામનગર : જામનગર શહેરમાં કોરોના સંક્રમન રોકવા માટે વહીવટી તંત્રની સાથે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. વહીવટી પ્રસાસને ચા-પાન મસાલા પર પ્રતિબંધ મુક્યા બાદ પોલીસ ખાતા તરફથી પણ નાગરિકોને સખ્ત શબ્દોમાં વોર્નિંગ આપવામાં આવી છે.

જામનગરમાં દિવસેને દિવસે વધી રહેલા કોરોનાના દર્દીઓને લઈને વહીવટી પ્રસાસને કડક નિર્ણય લઇ પાન મસાલાની લારી-દુકાન ગલ્લા પર સાપ્તાહિક પ્રતીબંધ  મૂકી દીધો છે જેને લઈને પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલે તમામ નાગરિકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે  કે આવતી કાલ એટલે કે તા. ૧૮મીથી કોઈ પણ નાગરિક બાઈક કે બાકડા પર વિના કારણે બેસી, સામાજિક અંતરના નિયમનો ભંગ કરશે તો તેની સામે ફોજદારી રાહે કાર્યવાહી  કરવામાં આવશે. વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યા બાદ પોલીસ પ્રસાસન પણ હરકતમાં આવ્યું છે. જેથી તમામ નાગરિકોને અપીલ છે કે વિના કારણે બહાર નીકળવાનું અને બહાર બેસવાનું ટાળવું જોઈએ અન્યથા પોલીસ કડક કાર્યવાહી કરશે જ એમાં બે મત નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here