#૨૮૦૦પોલીસ : બીજા રાજ્યો આપે છે તો અહી કેમ નહી?

0
997

જામનગર : ગઈ કાલથી જામનગર અપડેટ્સ દ્વારા પોલીસકર્મીઓની પીડાને વાચા આપ્યા બાદ પોલીસકર્મીઓએ સોશિયલ મીડિયામાં #૨૮૦૦પોલીસ ને લઈને રીતસરનું અભિયાન છેડી દીધું છે. જામનગરથી શરુ થયેલ માંગ જોત જોતામાં રાજ્યભરમાં પ્રબળ બની છે. જો કે શિસ્તબદ્ધ ડીપાર્ટમેન્ટ હોવાથી એક પણ પોલીસકર્મી મીડિયા સામે આવવા તૈયાર નથી.બીજી તરફ નિવૃત પોલીસકર્મીએ અન્ય રાજ્યનો હવાલો આપી ગુજરાતમાં પણ ગ્રેડ પે વધારવાની માંગ કરી છે.

જામનગર અપડેટ્સ દ્વારા ગઈ કાલથી જ પોલીસની વેદનાને વાચા આપવામાં અગ્રેસર રહ્યું છે. જામનગરથી શરુ થયેલ પોલીસકર્મીઓની માંગ રાજ્યવ્યાપી બની ગઈ છે. ગઈ કાલથી શરુ થયેલ ચિનગારી છેક રાષ્ટ્રીય મીડિયા સુધી પહોચી ગઈ છે. શિક્ષકોના ગ્રેડ પેને લઈને હડતાલ જામનગર અપડેટ્સ દ્વારા શરૂઆત કરવામાં આવતા કલાકોમાં જ રાજ્યભરમાં પ્રબળ બની ગયું છે. ટ્વીટર, ફેસબુક અને ટેલીગ્રામને સહારે પોલીસકર્મીઓએ પોતાનો અવાજ બુલંદ બનાવ્યો છે. પોલીસકર્મીઓના જણાવ્યા મુજબ અમારું કોઈ સંગઠન નથી કે સંગઠન બની શકે એવા પણ સંજોગો નથી ત્યારે સોશિયલ મીડિયા જ એક અમારું પ્લેટફોર્મ છે. તેના થકી અમે અમારી માંગણી બુલંદ કરી છે.

જો અમે ખુલીને વિરોધ કરીએ તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે એ અમારા જેવા નાના કર્મચારીને ક્યારેય ન પોશાય, સરકાર અમારી કદર કરે અમારી ફરજની કદર કરે એવી અમારી માંગણી છે. બાકી અમે આજે પણ એ જ જુસ્સાથી ડ્યુટી કરીએ છીએ અને આવતીકાલે પણ એજ જોમથી  ફરજ નિભાવીશું એમાં બે મત નથી પણ ગ્રેડ પે બાબતનો અમને થતો અન્યાય ખરેખર દુર કરવો જોઈએ એમ પોલીસકર્મીઓ માંગ કરી રહ્યા છે.

બીજી તરફ નિવૃત પોલીસકર્મીઓએ ગ્રેડ પે બાબતે ખેદ વ્યક્ત કર્યો છે. જામનગરના જ નિવૃત પીએસઆઈ રણમલભાઈ આહિર અને નિવૃત એએસઆઈ સુરેશભાઈ આહિરે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો કે અન્ય રાજ્યોમાં પોલીસકર્મીઓને ૨૮૦૦-૩૬૦૦ અને ૪૪૦૦ જેવા ગ્રેડ પે આપવામાં આવે છે ત્યારે ગુજરાતમાં પણ આ જ ધોરણો લાગુ કરવામાં આવે તો જ નાના કર્મચારીઓનું ભરણપોષણ થઇ શકે, અન્યથા પોલીસકારમી પર ભારણ આવશે જ, રાજ્યની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા આ વિભાગના નાના કર્મચારીઓ સામે સરકારે જોવું જોઈએ અને ખરા અર્થમાં સવેદનશીલતા દાખવવી જોઈએ એમ માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here