positive sunday : આ યુવાને કર્યું એવું સૌ કોઈ કરે તો સમાજ સાચે જ ‘સભ્ય’ બની જાય

0
1558

જામનગર : તમે રસ્તા પર અનેક પદયાત્રીઓને જોયા હશે, હોળી પૂર્વે દ્વારકાના જગત મંદિરે કાળીયા ઠાકર સાથે હોળીના રંગે રંગાવવા અનેક ભાવિકોને પદયાત્રા કરી પહોચતા તમેં જોયા જ હશે. પણ પાટણ જીલ્લાઓ એક એવો યુવાન નીકળ્યો છે હાલારના માં હર્ષદના ચરણમાં શીશ જુકાવવા, સમાજનો મોટો ભાગ જેને સમાજનો ભાગ બનતા ધુત્કારે છે એ જ સમાજની ‘ધુરા’ માટે આ યુવાન નીકળ્યો છે માનતા પૂરી કરવા, સભ્ય સમાજ માટે અનોખી મિસાલ બની ગયેલ આ યુવાને કેવી માનતા રાખી છે ? કોના માટે ? આવો જાણીએ વિસ્તારથી,

પુત્રી વગરનો સમય કઈ રીતે સંભવી શકે ? છતાં પણ આજનો સમાજ પુત્રીને સાપનો ભારો માનવામાં આવે છે. સરકાર દ્વારા પણ પુત્રીના જન્મદરને વધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. છતાં પણ આંતરિક સમાજમાં આજે પણ પુત્રી જન્મને દુખની રીતે જોવાય છે, પુત્રીને માત્ર કાગળ પર વ્હાલનો દરિયા તરીકે ચિતરવામાં આવે છે. આજે ભ્રુણ હત્યાના બનાવો બને જ છે .ત્યારે પુત્રી જન્મને લઈને પાટણના યુવાને સમાજ સમક્ષ અનોખી મિસાલ રજુ કરી છે.

પોતાના ઘરે પુત્રીનો જન્મ થાય તે માટે તરવરીયા કવિરાજ ગીરીસકુમાર બારોટ છેક પાટણથી દેવભૂમિ દ્વારકા જીલ્લાના ગાંધવી ખાતે આવેલ માં હર્ષદમાતાની માનતા માની હતી. સમય જતા યુવાનનાં ઘરે પારણું બંધાયુંને પુત્રીનો જન્મ થયો, પુત્રીનો જન્મ થતા જ યુવાને પગપાળાથી માતાના ચરણોમાં સીસ જુકાવવાની માનતા કરી હતી. રાત દિવસ, તડકો છાયો, વરસાદ- કઈ પણ જોયા વિના જ યુવાન નીકળી પડ્યો પુત્રી જન્મની માનતા પૂરી કરવા, આજે આ યુવાન જામનગર જીલ્લામાં પહોચી  ગયા છે. પુત્રી વિનાનું ઘર ઘર જ નથી એવું માનવું છે આ યુવાનનું….અનેક સમાજને પ્રેરણા આપતા યુવાને પુત્રી જન્મની દાસ્તાન અને માતા પરની શ્રધ્ધા અંગે આવો મત દર્શાવ્યો છે. આવો સાંભળીયે યુવાનની જીભેથી.

સભ્ય સમાજ માટે મિસાલ બની ગયેલ યુવાનની દાસ્તાન સાંભળવા નીચેની લીંક પર ક્લિક કરો….https://m.facebook.com/story.php?story_fbid=149783190076832&id=100051354551083

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here