જામનગર : ગામડાઓમાં અડધોથી બે ઇંચ વરસાદ, ધરતીએ ઓઢી લીલી ચાદર

0
514

જામનગર : જીલ્લામાં છેલ્લા ચોવીસ કલાકના ગાળા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસી જતા ચારે બાજુ હરિયાળી થઇ ગઈ છે. ખરીફ સીજન વધુ મજબુત બની છે. અને નદી નાળામાં નવા નીર આવતા સમગ્ર શ્રુષ્ટિએ દુલ્હનના સોળે સણગાર સજી લીધા છે.

જામનગર જીલ્લાની વાત કરીએ તો જામનગર શહેરમાં ૨૨ મીમી વરસાદ પડ્યો છે જયારે તાલુકાના વસઈ ગામે ૨૦ મીમી, લાખાબાવળ ગામે ૫૫ મીમી, મોટી બાણુંગાર ગામે ૨૦ મીમી, ફલ્લા ગામે ૨૮ મીમી, જામ વંથલી ગામે ૨૦ મીમી, ધુતારપર ગામે ૧૫ મીમી, અલીયાબાળા ગામે ૧૦ અને દરેડ ગામે ૪૦ મીમી વરસાદ નોંધ્યો છે.

જયારે જોડિયા તાલુકા મથકે ૨૭ મીમી વરસાદ વરસ્યો છે. જયારે તાલુકાના હડીયાણા ગામે ૨૧ મિમી, બાલંભા ગામે ૧૫ મીમી વરસાદ પડ્યો છે.

જયારે ધ્રોલ તાલુકા મથકે ૪૯ મીમી અને તાલુકાના લતીપુર ગામે ૯ મીમી, જાલીયા દેવાણી ગામે ૧૯ મીમી, લૈયારા ગામે ૧૦ મીમી વરસાદ પડ્યો હોવાના સતાવાર આકડા છે.

જયારે કાલાવડ તાલુકા મથકે ૪૦ મીમી વરસાદ પડ્યો હતો. તાલુકાના બેરાજા ગામે ૨૦ મીમી, નવાગામ ગામે ૨૫ મીમી, મોટા પાંચ દેવડા ગામે અને મોટા વડાળા ગામે ૨૦-૨૦ મીમી વરસાદ નોંધાયો  છે.

આ ઉપરાંત આ વખતે જે તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે તે જામજોધપુર તાલુકા મથકે ૪૦ મીમી અને તાલુકાના સમાણા ગામે ૨૦ મીમી, શેઠ વડાળા ગામે ૩૦ મીમી, જામવાડી ગામે ૩૪ મીમી, વાંસજાળીયા ગામે ૧૬ મીમી, ધુનડા ગામે ૫૫ મીમી, ધ્રાફા ગામે ૫૫ મીમી અને પરડવા ગામે ૩૫ મીમી વરસાદ પડ્યો છે. જેમાં પરડવા ગામે બે દિવસમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે.

જયારે લાલપુર તાલુકા મથકે ૫૨ મીમી વરસાદ પડ્યો હતો પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની રફતાર ધીમી પડી હતી  જેમાં તાલુકાના પીપરટોળા ગામે ૧૫  મીમી, પડાણા ગામે ૪૦ મીમી, ભણગોર ગામે ચાર મીમી, મોટા ખડબા ગામે ૧૬, મોડપર ગામે ૪૫ મીમી અને ડબાસંગ ગામે ૧૯ મીમી વરસાદ નોંધાયો છે.

જીલ્લાના મોષમના કુલ વરસાદના આંકડા જોઈએ તો લાલપુરમાં ૨૦૮ મીમી, ધ્રોલમાં ૧૫૮ મીમી, કાલાવડમાં ૨૩૭ મીમી, જામજોધપુરમાં ૨૬૧ મીમી, જોડિયામાં ૬૭ મીમી અને જામનગરમાં ૮૨ મીમી વરસાદ નોંધાયો છે. આજે રવિવારે પણ વરસાદી  માહોલ યથાવત રહ્યો છે. હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે જગતના તાત પરિવારમાં ખુબ જ ખુશી પ્રશરી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here