કોરોના વિકરાળ બન્યો, શહેરનો આકડો ૨૦૦ને પાર

0
613

જામનગર : જામનગર શહેરમાં લોકલ સંક્રમણ તીવ્ર ગતિએ વધતા દરરોજ બે આકડામાં દર્દીઓ નોંધાઈ રહ્યા છે. આજે સવારે વધુ છ દર્દીઓ નોંધાતા હાલ શહેરનો આંકડો ૨૦૦ પાર ચાલ્યો ગયો છે.

જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે, શહેરના મોટાભાગના વિસ્તારોમાં અમુક એરિયાઓ કન્ટેઈન્મેન્ટ જોનમાં ફેરવાઈ ગયા છે. આવી જ હાલત સપ્તાહ સુધી ચાલી તો શહેરનો મોટોભાગ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવો પડે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારે મહાનગર પાલિકાના ડે. કમિશ્નરે મેડીકલ બુલેટીનમાં વધુ છ પોજીટીવ દર્દીઓની પુષ્ટી કરી છે. જેમાં ૧) ગુરમુખ જી.ધનવાણી વર્ષ ૫૪ પુરૂષ, સરનામું:-નાનાપુરી,રણજીત સાગર રોડ-જામનગર , ૨) મહેશ દીપકભાઈ વાઘેલા વર્ષ ૨૮ પુરૂષ, સરનામું:- ૩-પટેલ નગર,હર્ષદ મિલની ચાલી,ચામુંડા પ્રોવિઝનની બાજુમા સોઢા સ્કુલ  પાસે જામનગર, ૩) ભાનુમતી જે.રાઠોડ વર્ષ ૬૪ સ્ત્રી, સરનામું:- રામ કુટીર કુંવરબાઈની ધર્મશાળા સામે ગરબી ચોક,પવનચક્કી,ન્યુ જેલ રોડ-જામનગર, ૪) ગૌરીશભાઈ દયાળજીભાઈ નથવાણી વર્ષ ૫૮ પુરૂષ સરનામું- પટેલ કોલોની શેરી ન -૮ રોડ ન-૧ તષ એવન્યુ જામનગર, ૫) ગુલામ હુસેન બ્લોચ વર્ષ ૯૩ પુરૂષ, સરનામું:-શેખ પીરની દર્ગા ની બાજુમાં,ખોજા નાકા-જામનગર, ૬) નાથાભાઈ પરમાર વર્ષ ૭૦ પુરૂષ  સરનામું:- રામવાડી શેરી ન -૧ ગુલાબનગર જામનગરનું સમાવેશ થાય છે.

જામનગર શહેરમાં વધુ છ દર્દીઓ નોંધાતા કુલ આંકડો ૨૦૨ પર પહોચ્યો છે. જેમાં છ દર્દીઓના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here