જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારમે હેટ્રિક લગાવી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. ભાજપના પૂનમબેન માડમે કોંગ્રેસના જેપી મારવવીયાને 2,37,171 મતના માર્જિનથી હાર આપી છે. લીડ લની વાત કરવામાં આવે તો પૂનમબેન માડમને સૌથી વધુ સરસાઈ દ્વારકા જિલ્લાની બંને બેઠક પર મળી છે. અહીં પૂનમબેન માડમને એક લાખ મતની સરસાઈ મળી છે. આમ જામનગર લોકસભા બેઠક ભાજપે બહુમતીથી કબજે કરી છે.
ક્ષત્રિય આંદોલન અને અન્ય સમાજની નારાજગી વચ્ચે ભાજપના ચૂંટણી પ્રચારમાં અનેક વિક્ષેપો બાંધાઓ આવી, પરંતુ પરિણામ પર અસર ન પડી તે ન જ પડી, વર્ષ 2019ના પરિણામ કરતાં પણ આ વખતે ભાજપા માટે સવાયું પરિણામ આવ્યું છે. જામનગર બેઠક પર 10 લાખ 51,465 મતદારોએ પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી કુલ 57.67 ટકા મતદાન કર્યું હતું. આજે હરિયા કોલેજ ખાતે હાથ ધરાયેલી મત ગણતરીમાં પ્રથમ ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસ ભાજપ કરતાં આગળ નીકળી હતી. પરંતુ બાકીના અન્ય રાઉન્ડમાં કોંગ્રેસ ક્યાંય ભાજપ નજીક પણ પહોંચી ન હતી.
ચૂંટણીના પરિણામની ખાસ વાત એ રહી કે ક્ષત્રિય આંદોલનની જરા પણ અસર જોવા ન મળી તો બીજી તરફ લેવા પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં પણ ભાજપને લીડ મળી છે.આંકડાકીય નજર કરવામાં આવે તો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાત વિધાનસભા બેઠકોમાં આ પ્રમાણે ભાજપ કોંગ્રેસના મત વહેચાયા છે.
જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠક પર ભાજપના પૂનમબેન માડમને 68,817 મત જ્યારે કોંગ્રેસના મારવિયાને 58,525 મત મળ્યા છે. એટલે કે આ બેઠક પર લગભગ દસ હજાર ઉપરાંત મતથી ભાજપને સરસાઈ મળી છે, ઉલ્લેખનીય છે મારવીયા કાલાવડના વતની એવા મારવિયાને આ બેઠક પર લગભગ 40,000 ને લીડની અપેક્ષા હતી. પરંતુ એ લીડ માત્ર અપેક્ષાજ રહી ગઈ છે, તો જામનગર રૂરલની વાત કરવામાં આવે તો ભાજપના પૂનમબેન માડમને ૮૦,૬૦૧ મત મળ્યા છે.જ્યારે કોંગ્રેસના જેપી મારવીયાને 68, 349 મત મળ્યા છે. આમ આ બેઠક પર પણ પૂનમબેન માડમને 12,000 ઉપરાંત મતની સરસાઈ મળી છે. તો જામનગર ઉત્તર બેઠક પર ભાજપના પુનમબેન માડમને 97038 મત જ્યારે મારવિયાને 56,352 મત મળ્યા છે. તો જામનગર 79 બેઠક પર 87,507 મત ભાજપને મળ્યા છે. તો કોંગ્રેસના ફાળે 43,162 મત ગયા છે. જામજોધપુર બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના પૂનમબેન માડમને 75290 મત મળ્યા છે તો કોંગ્રેસના મારવીયાને 49041 મત મળ્યા છે.
હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને બેઠકો એટલે કે ખંભાળિયા બેઠક પર પૂનમબેન માડમને 1,03,853 મત મળ્યા છે. તો કોંગ્રેસના જેપી મારવિયાને 60910 મત મળ્યા છે. જ્યારે દ્વારકા વિધાનસભા બેઠક પર ભાજપના પૂનમબેન માડમને 1,50 14 મત મળ્યા છે તો કોંગ્રેસના જેપી મારવી અને 44,610 મત મળ્યા છે.આમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પૂનમબેન માડમને લગભગ એક લાખ આસપાસ મતની લીડ મળી છે. અંતે સાતેય વિધાનસભા બેઠકોની વાત કરવામાં આવે તો પૂનમબેન માડમ ને કુલ 6,20,049 મત મળ્યા છે. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવીયાને 3,82,41 મત મળ્યા છે .આમ પૂનમબેન માડમનો 2,37,171 મતથી ભવ્ય વિજય થયો છે