જામનગર: હેડ કોન્સ્ટેબલે બે વર્ષ પેલા લાંચ માંગી, એસીબી ટ્રેપ નિષ્ફળ નીવડી, પણ ગુનો તો નોંધાયો જ

0
2664

જામનગર: ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન હાયર કરાયેલ ખાનગી વાહનો પૈકી એક વાહનના માલિક પાસેથી જામનગર સીટી બી ડીવીજનના એલઆઈબી વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે ભાડાની રકમમાંથી છ હજારની લાંચ માંગી લીધી હોવાની એસીબીમાં ફરિયાદ દાખલ થઇ છે. જો કે એસીબીની ટ્રેપની ગંધ આવી જતા હેડ કોન્સ્ટેબલ ચેતી ગયા અને ટ્રેપ નિષ્ફળ રહી પરંતુ ત્લાંયારબાદ અમદાવાદ એસીબીએ આપેલ તપાસના આદેશમાં એફએસએલના પુરાવાને ધ્ચયાને રાખી જમ્નાદાર સામે લાંચ માંગ્યાનો ગુનો નોંધાતા હવે જમાદાર માથે સસ્પેન્સનની તલવાર લટકે છે.

જામનગર સીટી બી ડીવીજનના એલઆઈબી વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દેવસુરભાઇ વીરાભાઇ સાગઠીયાએ ગત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ દરમ્યાન રીકવીઝીટ કરેલ ઇકો વાહનના સરકારના ધારાધોરણ મુજબના કાયદેસરના મંજુર થયેલ બીલની રકમ ફરીયાદીના પિતાના બેંક ખાતામાં જમા થતા આરોપીએ તે જમા થયેલ બીલની રકમ પેટે સાહેદ પાસે તા.૦૯/૦૩/૨૦૨૩ થી તા.૧૭/૦૩/૨૦૨૩ દરમ્યાન રૂ.૬,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.

 જે રકમ સાહેદ આપવા માંગતા ન હોય તેઓએ તત્કાલીન એ.સી.બી.. જામનગરનો રૂબરૂ સંપર્ક કર્યો હતો.  તા.૧૮/૦૩/૨૦૨૩ ના રોજ એસીબીએ લાંચનુ છટકુ ગોઠવતા આરોપીને શક-વહેમ ગયો હતો અને  સાહેદના કોલ રીસીવ કરેલ નહી જેથી લાંચનુ છટકુ નિષ્ફળ રહ્યું હતું. દરમિયાન જામનગર એ.સી.બી.એ ટ્રેપ નીસ્ફ્ત નીવડ્યાનું જાહેર કર્યું હતું. ત્યારબાદ એ.સી.બી. અમદાવાદ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસના અંતે આરોપી એ પોતાના અંગત ફાયદા માટે રૂા.૬,૦૦૦ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ હોવાની હકીકત સામે આવી હતી. જેને લઈને એફ.એસ.એલ. ના પુરાવાઓ ઉપરથી આરોપીએ પોતાના રાજય સેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી ગેરવર્તણુક આચરી હોવાનું સાબિત થતા એસીબીએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here